________________
(at )
ચાર નિયમો પાળવા ઉપર
બીજા મુનિઓને નમન કરીને રાજા તથા ચતુર્વિધ સંધ યથાસ્થાને બેઠા. એટલે ગુરૂ મહારાજે ધર્મોપદેશ આપતાં કહ્યું કે—
“ આ દુષ્પ્રાપ્ય નરજન્મ પામી ધર્મ સાધવાના સતત પ્રયત્ન કરવા. કારણ કે આ લેાક અને પરલેાક સંબંધી સુખસંપત્તિ, ધર્મના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ધર્મ થકી આ લેાકમાં પણ ઘરે ઇષ્ટ સ ́પત્તિ, વિનીત પુત્રા, પ્રેમી પરિવાર, અનુકૂલ ઓ, અંત૨માં ઉજ્જ્વળ મતિ અને સર્વત્ર કીતિ–એ પ્રાપ્ત થાય છે, અને પરલેાકમાં ગ ના કરતા હસ્તીઓ સહિત રાજ્ય, ઇંદ્ર સખખી સમૃદ્ધિ, તીર્થકરપદ અને શિવસ’પત્તિ-એ જિનધના ફળ મળે છે. ” ત્યારે રાજાએ વિનંતી કરી કે—હે પ્રભા ! પૂર્વભવમાં મે શું સુકૃત કર્યુ કે જેથી રાજ્ય અને પત્નીઓને પામ્યા, ’ ગુરુ માલ્યા હે રાજન! પૂર્વભવે ઉપાર્જન કરેલ તારૂં પુણ્ય સાંભળ~~
6
મણિમય દેશમાં મણીવતી નામે એક શ્રેષ્ઠ નગરી છે. ત્યાં બહુ પરિગ્રહી સુસ્થિત નામે નાયક હતેા. જેની આગળ લક્ષ્મીમાં કુબેર પણ દરિદ્ર જેવા લાગતા. તેને સુંદર, મદર, મ’ગલ અને સુભગ એ નામે ચાર કકર ( નાકર ) હતા. તેમની અનુક્રમે મદના, સુંદરી, પ્રિયવ`દા અને સુદામા નામે પત્ની હતી, તે સર્વે સ્વભાવે ભટ્ઠક હતા. ત્યાં પરમ શ્રાવક ચંદન નામે શેઠ હતા. તેણે એકદા અહુ ધન ખરચીને નવેા માવાસ કરાવ્યે. મુહૂત્તના અભાવે તે હજી આવાસમાં રહ્યો ન હતા, તેવામાં જેઠ મહિને ત્યાં સુત્રતાચાય પધાર્યા. એટલે તે આવાસમાં ચાતુર્માસ રહેવા માટે શ્રેષ્ઠીએ ગુરૂને ક્યામ ત્રણ કર્યું, તેથી તેની ભક્તિને લીધે તેઓ તે આવાસમાં રહ્યા. ત્યારે પોતાને ધન્ય માનતા ગુડ્સેવામાં રક્ત, અને ષવિધ આવશ્યકમાં તત્પર થઇને પૈારજના ધર્મદેશના સાંભળતા અને ખંધીજનેના જયનાદ સાથે સંધ પૂજા અને દાનથી સુદર તથા ધાર્મિક ગીત-મંગલ પૂર્ણાંક તે પ્રતિનિ ઉત્સવા કરવા લાગ્યા. તે જાણીને એકદા સુંદર ત્યાં જોવાને સાન્યા, અને મોટા શ્રીમતાથી વંદન કરાતા ગુરૂને જોઇને તેણે વંદન કર્યું. એટલે રાજા, રકપર સમાનદષ્ટિવાળા તેમણે યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com