Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 103
________________ {er) ચાર નિયંમા પાળવા ઉપર અહીં આવી, હે રાજન ! પ્રજાને સુખ પમાડા. પાર લેાકા સહિત સુખી રાજવ આપને નમન કરે છે. ઇતિ મંગલમ, ’ એ પ્રમાણે વિજ્ઞપ્તિના અર્થ અવધારી, શત્રુપર ક્રોધ લાવી, પત્ની અને પ્રજાને સુખી કરવાને તે ઉત્કંઠિત થયા. પછી મંત્રીએ સાથે મસલત ચલાવી, તે રાજ્યની સુવ્યવસ્થા કરી, જયશ્રીની સાથે તે તરત ચંદ્રપુરમાં આવ્યા. ત્યાં રાજ્યની સંભાળ કરનારને શીખામણુ આપી, ભાગવતીને સાથે લઇને તક્ષશિલા તરફ ચાલ્યા. રસ્તામાં સૈન્યેાથી પૃથ્વીને દખાવતા, સરાવરાને સેાસાવતા અને રજથી દિશાઓને આચ્છાદન કરતા તે તક્ષશિલા આગળ આવ્યેા. ત્યાં મત્રી, સામત, અને પાર જનેથી સત્કાર પામતા રાજાએ નગરીમાં પ્રવેશ કરીને સર્વજનાને અતુલ માનદ ઉપદ્મબ્યા, અને અવસરે તેણે કીર્તિમતી પ્રિયાને આલિંગન આપતાં અને ભાગવિલાસ કરતાં માનદ પમાડ્યો. એકદા તેણે પોતે ચતુરંગ સેના લઇ જઈને પંડિતમાની સૂરતેજને રાંગણમાં લાવ્યા. ત્યાં લાંબે વખત ઘાર યુદ્ધ કરી, તેના લશ્કરને ભાંગીને દ્વંદ્વ યુદ્ધથી લડતાં સુમુખે તેને બાંધી લીધેા. એટલે—તુજ મારે શરણ છે ’ એમ ખેલતા તેને મુક્ત કરી, તેની રાજધાનીમાં જઈને સુમુખે તેને સત્કારપૂર્ણાંક સેવક બનાવ્યેા, પછી સૂરતેજે, ઉગ્રતેજસ્વી નરરત્ન સુમુખને, સ્ત્રીના સર્વસ્વ ગુણને ધારણ કરનાર પોતાની પ્રીતિમતી કન્યા આપી. ત્યારબાદ તેની ભેટ સ્વીકારી પ્રિયાસહિત પેાતાની નગરીમાં આવીને સુમુખ રાજાએ સમુદ્રપર્યંત પૃથ્વીનું રાજ્ય કર્યું. તેણે ખધા રાજાઓને કર આપનાર બનાવ્યા અને પ્રજાને કર મુક્ત કરી, તથા દાનથી તેણે યાચકોને શ્રીમ'ત બનાવી દીધા. તેના વૈરી રાજાઓએ રણાંગણમાં માત્ર તૃણુથી પેાતાનુ' ગૌરવ માની લીધુ. તથા કેટલાક સત્રુઓએ વનમાં કદ ાદિકથી પારણું કરતાં ગૈારવ માન્યું. પોતે એકાકી અને વિદેશમાં હોવા છતાં ત્રણ કન્યા અને રાજ્યની પ્રાપ્તિથી પેાતાના પુણ્યને નિર્ણય કરીને તેણે પુણ્ય કરવામાં વધારે પ્રીતિ કરી. પછી પ્રથ મની જેમ મત્રી વિગેરે મિત્રાને રાજ્યકારભાર સેાંપી તે નિ:શંક થઈ ને ભાગવિલાસ કરવા આગ્યા, તે ચારે રમણીઓ સાથે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110