________________
સુમુખનુપાદિ ચાર મિત્રાની કથ્ય.
(૨૩) સાથે સ્વેચ્છાએ સદા રમવા લાગ્યા. તેણીના દર્શનથી રાજાને જે પ્રીતિ થતી, તે પ્રીતિથી તે, રંભાના સભાગ સંબંધી ઇંદ્રના સુખને પણ જીતી લેતા હતા. અને તેની સાથે લેાગવિલાસ કરતાં જે તેને સુખ થતુ, તેના ગુણાનીજેમ તેની તેા ઉપમાજ ન હતી. હવે મહાબુદ્િ મ ંત્રી, શૂર સેનાપતિ, શીલ હસ્તિના સેનાનાયક, મંગલ કોટવાલ, અને સિદ્ધદ્ભુત બ્રાહ્મણ એબધા ધર્મ-પક્ષમાં રહેલા અને ઉપકારી હાવાથી રાજાએ તેમને મોટા સંપત્તિવાળા અનાવ્યા. પાતપેાતાના પદે નીમાયેલા તે આનંદથી રાજ્ય કારભાર ચલાવતા અને રાજા, દેશ તથા ખજાના વિગેરેથી દિવસે દિવસે વૃદ્ધિ પામ્યા. હવે કેટલાક વખત જતાં એકા તક્ષશિલાનગર, રાજાની મૂલ રાજધાનીથી એક ઉંટવાળા આળ્યેા. રાજાની માજ્ઞાથી સભામાં આવી, રાજાને નમીને રાજાએ અપાવેલ આસન પર તે બેઠા. સ્વાગત કુશલાદિ પ્રશ્નોથી પ્રસન્ન થયેલ તેણે નિવેદન કરીને રાજાને વિજ્ઞપ્તિપત્રિકા આપી, એટલે તે ખેાલીને વાંચવા લાગ્યા:
“ સ્વસ્તિશ્રી વીરપુર સુસ્થાને શ્રીસુમુખ રાજાને તક્ષશિલાથી સુમતિ નામે મ ંત્રી નમન કરીને વીનંતિ કરે છે કે—તમારા પ્રસા થો અહી કુશલ છે, આપની કુશલતા જણાવવા મહેરબાની કરશે. વિશેષમાં આપના ભાગ્યની અધિકતા સાંભળવાથી અમારા કર્ણને નિર ંતર અમૃતનું સિંચન થાય છે, છતાં હે સ્વામિન્ ! માપના દર્શનરૂપ ક્ષુધાથી અમારાં નેત્રા સતાપ પામે છે, કીર્તિમતી રાણીએ સ્નાનાદિ શરીર સંસ્કાર તજી દીધા છે. યાગિની જેમ પરમ તત્ત્વનુ ધ્યાન કરે, તેમ એક તમનેજ ચિ ંતવતી તે લાચનજાથી હૃદયને સિંચન કર્યાં છતાં બહુ સંતાપ પામે છે. દુર્વાર વિરહાગ્નિથી સર્વાંગે ખળતી તે તમારા સંગમરૂપ ઔષધ વિના અત્યારે પ્રાણસદેહને પ્રાપ્ત થઈ છે. તેણીના જીવનના ઉપાય તમે પોતે જાણેા છે, એટલે શુ કહેવું? અને વળી સુરતેજ રાજાને જે તમે અધિકારી બનાવ્યે છે, તે સ્વામી વિનાનું રાજ્ય જાણીને અત્યારે છળ શેાધ્યા કરે છે, સ્ત્રી પશુઓના હરણથી તે અનેક રીતે ઉપદ્રવ કરે છે. આપની આજ્ઞાથી હું તેની સાથે લડવા ઈચ્છું છું, પરંતુ તે અતિ પ્રચંડ ઢાવાથી જીત મળવાના સંશય છે. માટે હું તાત! તમે સવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com