________________
દાનાદિ પુણ્ય ફળ ઉપર
ધર્મધને તેને સત્કાર કરી, તેને પ્રથમ પદે નીમીને ભેટશું લીધું. સજજને અવસરે તિરસ્કાર અને સત્કાર–એને સહન કરે છે. પછી વહાણમાંની વેચવાની બધી વસ્તુ તેણે શિખામણ સંભળાવીને તેને જ સુપ્રત કરી, અને સાથે લેવાની વસ્તુ તૈયાર રખાવી.
પછી એક દિવસે તે વસ્તુઓ ગાડામાં લઈ, વણિકની રજા માગી, સેવાને માટે મોકલેલ તેના પુત્ર સહિત તથા બીજા નાના મેટા પરિવાર સહિત ધર્મધન આગળ ચાલ્ય, અને લક્ષ્મીને વધારતે તે અનુક્રમે મંગલપુરમાં આવ્યું. ત્યાં યોગ્ય કૃત્ય કરી પ્રથમની જેમ વણિકપુત્રના ઘરે ગયે. એટલે તેણે પ્રથમ પ્રમાણે તેને સત્કાર કર્યો. તે વખતે વણિકે લીધેલ ગામમાં વૃષ્ટિના અભાવે પાક સુકાતે હતે. એવામાં તે જ દિવસે વરસાદ થયો. ત્યારે– આ જાણે રત્નવૃષ્ટિ થઈ. આ ખરેખર ! ભાગ્યવાન છે.” એમ ચિંતવતા તે વણિકે તેને મેટી ભેટ કરીને કહ્યું –“તારા તાતને પ્રથમથી સેવક છું અને હવેથી તારે દાસ થ.” એટલે ધર્મધને પ્રસન્નતાપૂર્વક સત્કાર કરીને તેને પૂર્વ સ્થાને સ્થાપે. ત્યાં તે શિક્ષા સાથે વેચવાની વસ્તુ આપતેના પુત્રની સાથે તે પાંડુવર્ધન નગરમાં આવ્યા ત્યાં પણ પ્રથમની માફક વણિકપુત્રે તેને આદરસત્કાર કર્યો, અને તેને અશ્વ બાંધવાને ખીલ ખેડવા જમીનને ખોદવા જતાં ત્યાં નિધાન પ્રગટ થયું, એટલે ધર્મધનના ભાગ્યને માનતાં તે નિધાન લઈ એને મેટી ભેટ કરીને તેણે દાસત્વ સ્વીકાર્યું. ધર્મધને તેનો સત્કાર કરીને પ્રથમના પદે સ્થાપે. એવામાં પોતાને દેશ પાસે હોવાથી માતાને મળવાની તેને અતિશય ઉત્કંઠા થઈ. તેણે ચિંતવ્યું કે–
તે વખતે લલાવતીએ નિધન થતાં મારે પરાભવ કર્યો. પરંતુ પ્રાણપ્રિયા અનંગવતીને વૃત્તાંત તે હું જાણતા જ નથી. તેણે તે વચનથી પણ લેશમાત્ર પ્રતિકૂલતા મને બતાવી નથી. મન, વચન અને કાયાને સનેહથી તે કઈવાર પણ ચુકી નથી. માટે અહીં રહીને જ કોઈની પાસે તેને વૃત્તાંત જાણીને તેના અનુસારે મળવા જતાં સકારાદિ કરીશ.” પછી તેને વૃત્તાંત જેવાને માટે તેણે પિતાના કલ્યાણ માત મિત્રને સમજણુ પાડી, લક્ષ ધન આપીને
તરત મોકલ્યા. તે ત્રિગર્ત દેશમાં, વિજ્યસ્થલ નગરમાં આવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com