________________
સુમુખપાદિ ચાર મિત્રની કથા. ( ૧ ) જાયા વિના મને આ કન્યા કેમ આપે છે? આ કન્યા કેણું છે? અને નેત્રને સંતુષ્ટ કરનારી આ સ્ત્રી કોણ છે? અહીં પૂર્વે રાજા કોણ હતા ? અને તેણે રાજ્ય શા માટે તર્યું ?” એટલે મંત્રી બોલ્યા“હે રાજેંદ્ર! એ બધું હું વિસ્તારથી કહું છું, તે સાંભળે–
આ નગરમાં પૂર્વે મહેંદ્ર સમાન સમૃદ્વિવાન નરવાહના નામે રાજા હતા. તેની બધી રાણીઓમાં શ્રીકાંતા નામે પ્રધાન રાણું હતી. સામતરાજને પુત્ર ચંદ્રન એ રાજાને બાલ્યાવસ્થાથી સમાન વયને મિત્ર હતું, તે દેહમાગથી જુદે પડતે હતે. એક વખતે ઉદ્યાનમાં પધારેલા ધર્મદેવ ગુરૂ પાસે તે બંનેએ યથાશક્તિ સમ્યકત્વાદિ ધર્મનો સ્વીકાર કર્યો, એમ બાલ્યાવસ્થામાં, યૌવનમાં અને રાજ્યાવસ્થામાં પણ સાથે ગમ્મત કરતાં, અશ્વિની કુમારની માફક પ્રીતિસુખમાં તેમને કેટલેક કાલ ચાલે ગયે.
હવે સર્વત્ર રાજાના અંત:પુરમાં પણ જતાં ખલના ન પામનાર ચંદ્રસેન એકવાર શ્રીકાંતાને જોતાં મોહવશ થયું. ત્યારથી તેના હૃદયમાં કામદેવે નારી શલ્ય ભેંકર્યું, તેથી અત્યંત સંતપ્ત થતાં કઈ પણ વિષયમાં રતિ (પ્રીતિ) ન પામતે, ભેજનાહિકમાં અરૂચિ થવાથી તેણીને ચિંતારૂપ ક્ષયરોગે તેના શરીરને દિવસે દિવસે ક્ષીણ કરી મૂક્યું અને તેથી તે નિસ્તેજ બની ગયે. ત્યારે એકદા રાજાએ ગાઢ આગ્રહથી, તેમ થવાનું કારણ પૂછ્યું. એટલેમિત્રથી કાંઈ છાનું ન રખાય” એમ ધારીને તેણે સાચે સાચું કહી દીધું. કહ્યું છે કે--
" ददाति प्रतिगृह्णाति, गोप्यमाख्याति पृच्छति ।
भुक्त भोजयते चैव, षड्विधं प्रीतिलक्षणम् " ॥१॥ અ -બ આપવું, લેવું, ગુપ્ત કહેવું, પૂછવું, ખાવું અને ખવરાવવું એ છ પ્રીતિના લક્ષણ છે.’
તે સાંભળતાં રાજાએ કહ્યું- આતે સહેજ છે, બધું સારું થશે.” એ રીતે તેને અભિપ્રાય જાણ્યા વિના ચંદ્રસેન પિતાના ઘરે ગયે. પાછળથી રાજાએ વિચાર કર્યો કે-જે આ મિત્રનું અશિષ્ટ ન સધાય, તે રાજ્ય, પ્રાણુ અને પત્ની પણ શું ? કારણ કે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com