________________
મુખપાદિ ચાર મિની કથા. (૯) આજે તમારૂં ભેજનાદિ હું કરીશ.” તેમણે સુમુખનું વચન સ્વીકારતાં સુમુખ આગળ ચાલીને ચંદ્રપુરમાં ગયા. ત્યાં થાક લાગવાથી ભાગ્યપર ભરોંસે રાખીને અશોક વૃક્ષની છાયામાં તે સુઈ ગયે. એવામાં કોઈ શાકુનિક (શકુન જાણનાર) સામુદ્રિક મંગલક્ષણ જાણનાર) તથા મંત્રિ પુરૂ ત્યાં આવ્યા. એટલે શાનિકે તેમને કહ્યું-“હે મંત્રિજને ! જુઓ, આ પુરૂષ સુતે છે, એના પ્રભાવથી, અશોકવૃક્ષની શાખાપર રહેલ ગીધ પક્ષીના મુખમાં કીટકે (કીડાઓ) પિતે આવીને પડે છે. માટે રાજ્યને પ્રાપ્ત કરતાં એને કીટની માફક શત્રુ રાજાઓ, રણગણમાં આવીને પિતાના રાજ્ય અને પ્રાણે આપી દેશે.” ત્યારે તેના શરીરે રાજાના લક્ષણે જોઈને સામુદ્રિક બે -જે એને રાજ્ય પ્રાપ્ત ન થાય, તે હું શાસ્ત્રને સ્પર્શ ન કરું. તેની નિશાની એ કે આ પુરૂષોત્તમ અશોક વૃક્ષ નીચે સુતે હશે, ત્યાં સુધી આખો દિવસ પણ તરૂછાયા એના પરથી ખસવાની નથી.” એટલે અશોક છાયાની નિશાની કરતાં ત્યાં બરાબર સ્થિર થયેલ સમજીને પેલા પુરૂએ જઈને તે વૃત્તાંત તરત મંત્રિને નિવેદન કર્યો. ત્યારે તેમણે આનંદથી રાજછત્રાદિકની સામગ્રી લઈ, ત્યાં આવીને વાજીંત્ર અને સંગીતથી તેને જગાડા, અને કહ્યું કે-“હે રાજન ! અમે થાપણ તરીકે રાખેલ તારું રાજ્ય તું સ્વીકારી લે. આજે દેવતાએ બતાવેલ તું અમારે સ્વામી છે. આથી આશ્ચર્ય પામતાં તે રાજા કંઈક બેલવા જતું હતું, તેવામાં તેમને હાથના ટેકાથી તેને હાથી પર બેસારી દીધું. તે વખતે તેને જોઈ, ઓળખીને સંતુષ્ટ થતા બંદિજનેએ ઘોષણા કરી કે- કેઈક કારણથી એકલો પડી ગયેલ આ સુમુખ રાજા જયવંત રહો. ” પછી વિશેષ આનંદ પામતા મંત્રીઓએ છત્ર, ચામર, વાજીંત્રના આડંબર અને રાજ ચિન્હાથી સૈન્ય સહિત તેને નગરમાં પ્રવેશ કરાવ્યું, અને રાજસભામાં આવતાં તેને સુવર્ણના સિંહાસન પર બેસારીને તેમણે બહુજ આનંદ-મંગલ પૂર્વક તરતજ તેને રાજ્યાભિષેક કર્યો. એટલે રાજાના સર્વ આચારને જાણનાર તથા ભાગ્ય અને બુદ્ધિના નિધાન રૂપ એવા તે સુમુખ રાજાએ ઉચિત આલાપ અને સન્માથી બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com