________________
સુમુખપાદિ ચાર મિત્રોની કથા. (૮૧) કહેવાય છે અને નિષ્ફર રીતે ઘણું મૃગોને મારી નાખનાર કેસરી મૃગાધિપ ગણાય છે.
પછી સેનાપતિ તથા મિત્રને સુમુખરાજાએ પરસ સંપત્તિ આપી, અને પ્રથમની જેમ તે તેમજ બીજા મંત્રીઓને રાજ્ય ભારમાં જોડી દીધા. ન્યાય, ધર્મ અને સુખના આધારરૂપ એ રાજાએ રાજ્ય ચલાવતાં પ્રજા પણ તેવી ધર્મિષ્ઠ અને નિર્ભય થઈ રહી. તેના પ્રતાપ, પ્રભાવ, યશ અને કીતિ સર્વત્ર દૂર પ્રસર્યા અને સમસ્ત સંપત્તિ તેની સન્મુખ આવી.
એ પ્રમાણે ભગવતી સાથે ભેગ ભેગવતાં કેટલેક કાલ જતાં એકદા દ્વારપાલે આવીને સભામાં રાજાને વિનંતી કરી કે
હે સ્વામીન ! વીરપુરથી આવેલ પંડિત આપને મળવા ઈચછે છે.” એટલે રાજાની આજ્ઞા થતાં તે તેને સભામાં લઈ આવ્યું. ત્યાં તે વિપ્ર પંડિતે રાજાને આશિષ આપતાં કહ્યું કે હે રાજન ! સર્વજ્ઞ તારું કલ્યાણ કરો, સૂર્ય (રવિ) તને આરોગ્ય આપે, એમ (ચંદ્ર) શોભા, મંગલ, શત્રુને જય કરે, બુધ, નિર્મળ
ધ અને બૃહસ્પતિ ( ગુરૂ) બુદ્ધિ આપે, શુક, સિભાગ્ય, શનિ, વિભુતા, રાહુ, પ્રતાપસમૂહ અને કેતુ કીતિ તથા સુખ આપે.” એમ આશિષ દઈ, રાજાએ આપેલ આસન પર તે બેઠે. એટલે સ્વાગતાદિ પૂછીને રાજાએ તેને આવવાનું કારણ પૂછયું. ત્યારે તે બા–“હે રાજન ! અહીં સભામાં ન કહેવાય તેવું મારે તમને કહેવાનું છે, માટે બધાને વિસર્જન કરે, તે હું નિઃશંક થઈને પ્રજન કહી શકું.” ત્યારે ભૂસંજ્ઞાથી બધા સભાસદેને રવાના કરીને રાજાએ પેલા ત્રણ મિત્રો તથા બે જુના મંત્રીને ત્યાં બેસારી, તેને કહેવાનું કહ્યું. એટલે બ્રાહ્મણ બે કે
લક્ષમીના એક નિધાન રૂપ તથા કિલ્લાની કુંડલીથી વીંટાયેલ એવું વીરપુર નામે નગર છે. શત્રુઓને ત્રાસ પમાડનાર નરસિંહ નામે ત્યાં રાજા હતા. જો કે તે સર્વ પ્રકારના રાજગુણેથી વખાણવા લાયક હતા, પરંતુ તે કૈલ (શાક્તિક) મતને અનુસરનારે હતું. તેને વીરમતી નામે ગુણીયલ પટરાણ હતી, અને
૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com