________________
(૮૨) ચાર નિયમ પાળવા ઉપર નામ પ્રમાણે ગુણવાન મહામતિ નામે પ્રધાન હતું. તે રાણને અનુક્રમે વિનયી અને સાક્ષાત્ સૈભાગ્યલક્ષમી સમાન જયશ્રી નામે પુત્રી થઈ. વિધાતાએ ત્રણે જગતની સ્ત્રીઓના સાર ગુણે લઈને જ જાણે તેણને બનાવી હતી, તેથી જયશ્રી આગળ તે બધી નિસાર જેવી લાગતી હતી. વૈવનમાં તે એવી અદ્ભુત રૂપ સંપત્તિ પામી કે જેથી વિષ્ણુ લક્ષ્મીની અવજ્ઞા કરીને તેણુનું બહુમાન કરતો. એકદા વરની ચિંતાને માટે રાણીએ તેને રાજા પાસે મેકલી. એટલે તેણે સ્નેહથી ખેાળામાં બેસારીને તેને માથામાં ચુંબન કર્યું. તે વખતે અષ્ટાંગ નિમિત્તને જાણનાર કેઈ બ્રાહ્મણ આવ્યું, અને આશિષ દઈને રાજાએ અપાવેલ આસન પર તે બેઠે. પછી સ્વાગત પ્રશ્ન તેમજ લાવેલ ફળાદિથી તેને પ્રસન્ન કરીને તે કન્યા બતાવતાં રાજાએ તેને પૂછયું–“હે ચતુર ! આના લક્ષણો કેવા છે, ભવિ. ધ્યમાં કેવા ગુણે એને પ્રાપ્ત થશે અને વર કે મળશે, તે કહે.” ત્યારે પુસ્તક ખેલીને નિમિતીયાએ રાજાને કહ્યું–સ્ત્રીઓના સામાન્ય લક્ષણ તથા આના લક્ષણાદિ કહું છું, તે સાંભળો–
જે સ્ત્રીનું પગનું તળીયું ઉષ્ણ, રક્ત, પુષ્ટ, પસીનારહિત, કમળ, સમાન, સ્નિગ્ધ અને જમીન પર બરાબર રહી શકે તેવું હાય, તે તેને ભેગની સામગ્રી મળે છે. જેની સૂપડા જેવી પગની એડી હેય, તે દાસી થાય, લાંબી ડાય તે કેપવાળી થાય, જેનું પાદતલ વાંકું હોય, તે દરિદ્ર અને જેની એડી ઊજત હોય, તે દુ:શીલા થાય. કુલટા રસ્તે જતી હોય, તે રજને તે ઉછાળે છે. ટુંકી, લાંબી, સ્થલ અને છુટી અંગુલિએ પ્રશસ્ત ન ગણાય. જેના પગની એક પણ અંગુલિ હીન હોય, તે ગમે તેની સાથે પ્રાય: કલહ કરે છે. અંગુઠા કરતાં જેની તર્જની (અંગુઠા પાસેની ) આંગળી લાંબી હોય, તે કન્યા દુરાચારિણું હાય. જેની અંગુલિ પૃથ્વીને સ્પર્શ ન કરતી હોય, તે પતિને હિતકારી ન થાય. જેને કંધ ઉંચે હોય તે કુલટા, અને સ્થલ હોય, તે ભાર ઊપાડનારી વાંકા સ્કંધવાળી વંધ્યા, અને સ્કંધે વાળ હોય તે દુઃખી થાય. સ્થલ ગ્રીવા (ડાક) હોય તે વિધવા અને વાંકી હોય તે દાસી થાય નસવાળી હોય, તે વંધ્યા, ટૂંકી હોય, તે નિર્ધન અને લાંબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com