________________
(૭૮)
કાર નિયમ પાળવા ઉપર
બતાવી.” એટલે–એક ક્ષણ પણ પ્રમાદ ન કર” એમ કહીને દેવ અંતર્ધાન થયે, અને રાજાએ ધર્મ જાગરણથી રાત્રિ વ્યતીત કરી, પછી પ્રભાતે તેણે મંત્રી વિગેરેને કહ્યું કે હું હવે તરત દીક્ષા લેવાનો છું. રાત્રે મને મિત્રે પ્રતિબંધ આપે છે, તેથી ઘરે સુખ પામતે નથી,” મંત્રીએ બોલ્યાતમારા રાજ્ય ભારને કઈ વહન કરનાર નથી, માટે વિલંબ કર.” ત્યારે રાજાએ દેવનું કથન તેમને કહી સંભળાવ્યું. એટલે પ્રધાન દિક છેલ્યા–“તે એક માસ રાજ્ય ચલા, પછી જમાઈને પુત્રીની સાથે રાજ્ય આપીને ઈચ્છા પ્રમાણે કરજે.” રાજા બે –જરાઅગ્નિથી શરીર રૂપ ઘર બળી રહ્યું છે, ખાવાની ઈચ્છાથી મૃત્યુરૂપ ભંયકર રાક્ષસ સામે દોડી આવે છે, તથા કવાયરૂપ સર્પો ચોતરફ કુંફાડા મારી રહ્યા છે, આવા સંયેગોમાં મેહ--નિંદ્રાથી વિષયરૂપ કચરામાં રાજ્યરૂપ વિષવૃક્ષ નીચે સુતેલ એવા મને આજે મિત્રે પ્રતિબોધ પમાડે, તે હે મંત્રીઓ ! આ ભયાકુલ ભવ-અરણ્યમાં એક ક્ષણ પણ રહેવાને હું શી રીતે સમર્થ બનું? લવસમ દેવાના સાત લવ સિવાય આયુષ્યના પાતને જાણનાર કયા પુરૂષ અપ પણ આયુષ્યને ગુમાવે ? માટે હે મંત્રીઓ ! આ રાજ્ય અને કન્યાનું પાલન કરી, દેવે બતાવેલ પુરૂષને તે આપજે. આ મારી આજ્ઞાને તમે સ્વીકાર કરે,” એટલે તેમણે સ્વીકાર કરતાં અમારી પટહ વગડાવી. દાનાદિપૂર્વક યથોચિત સર્વ પૂજ્ય-વડીલે.ને આદર સત્કાર કરી, તે શૂરવીર રાજાએ અંતઃપુર તથા સંબંધીઓને શાકમાં નાખી, લક્ષમીને તજી શ્રી ગુરૂ પાસે દીક્ષા લીધી. અને આ રાણે પતિના વચનથી કન્યાના પાણગ્રહણ સુધી રહી છે. તેને આજ પરણાવીને તે પ્રભાતે દીક્ષા લેવાની છે. હે રાજન! એ પ્રમાણે રાજ્ય અને કન્યા આપવાનું કારણ તથા નરવાહન રાજાને દીક્ષા લેવાનું કારણ તને કહી સંભળાવ્યું. એ રીતે બે મિત્રોને મંગલ કારી વૃત્તાંત મેં તમને કહી બતાવ્યું. માટે ગુણે માં સર્વ કરતાં ચડીયાતી આ કન્યાને તમે સ્વીકાર કરે.”
પ્રથમ રાજાના મંત્રીનું આ વચન સાંભળી આનંદ અને આશ્ચર્ય પામતા સુમુખ રાજાએ મનથી પણ તે કન્યાને સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com