________________
સુમુખનૃપાદિ ચાર મિત્રોની કથા. (૭૭) ઈત્યાદિ મુનિવચનથી પ્રબંધ પામીને તેમણે અણુવ્રત સહિત સમ્યકત્વને બહુમાનપૂર્વક સ્વીકાર કર્યો, અને મિત્રે પૂર્વે આપેલ હિતોપદેશની દરકાર ન કરવાથી ગાઢ પચાત્તાપ કરતા અને વૃષભેએ આંખમાં આંસુ લાવીને તેને ખમાવ્ય, ત્યારે હરિમિત્ર, તેમને ધર્મની પ્રાપ્તિ થઈ, તેથી અમેદ પામીને બે -બહે મિત્રે ! ધિબીજના લાભથી તમારે પશુજન્મ પણ વખાણવા લાયક છે. માટે ખેદ ન પામે. હું સાધમિપણુથી બાંધવની જેમ સદા તમારે ધર્મનિર્વાહ કરીશ. આથી હર્ષ પામી, આદિનાથને નમીને અઠ્ઠમના પારણે તેમણે શ્રાવકે આપેલ પ્રાસુક આહાર કર્યો. પછી શ્રીયુગાદીશની પૂજા વિગેરે કરી આનંદ પામતે સુમિત્ર, તે બંને બળદ સહિત કેટલેક દીવસે પિતાના ઘરે આવ્યો. ત્યાં મિત્રસ્નેહથી અને સાધર્મિકભાવનાથી હરિમિત્રે તેમનું પાસુક આહારથી પોષણ કરતાં તે વિવિધ તપ કરવા લાગ્યા, અને પ્રાંતે તેણે સમ્યગ રીતે અનશન કરાવતાં તે બંને મરણ પામીને પુણ્યના પ્રભાવથી સૈધર્મદેવલેકમાં પ્રઢ દેવતા થયા. અને હરિમિત્રને પિતાની અદ્ધિ બતાવતાં પ્રતિબંધ પામેલ તેની દીક્ષાને મહત્સવ કરી, સર્વ ઈચ્છાનુરૂપ સ્વર્ગના સુખ ભોગવી, ત્યાંથી આવીને આપણે થયા. તેથી પૂર્વના સંસ્કારને લીધે સ્નેહ થાય છે.”
એ પ્રમાણે સભળતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન થતાં તે વિરક્ત થઈને બેલ્યો-“હે બંધે! હું હવે સત્વર દીક્ષા લઈશ, રાજ્યમાં મારું મન રમતું નથી, પરંતુ રાજ્ય અને કન્યા કાને આપું? તે મને કહે.” ત્યારે દેવ બોલ્યા “એક માસના અંતે કન્યા અને રાજ્યને પતિ અહીં જ આવશે, માઘમાસની શુકલ પંચમીના દિવસે પ્રભાતે અશોક વૃક્ષની નીચે સરેવરના કાંઠે સુખે સુતાં જેના પરથી છાયા ખસશે નહી, જેની ઉપર આવેલ શાખાપર સુતેલ ગીધ પક્ષીના મુખમાં કીડાઓ પોતે પ્રવેશ કરશે, તે તારા રાજ્ય અને કન્યાને પતિ થવાને છે, રાજ્ય તથા કન્યાને પતિ થઈને ન્યાયધર્મના અનુસાર હે રાજન! તે તારી પ્રજા અને પુત્રીને ચિરકાલ સુખકારી થશે.” રાજાએ કહ્યું-“જે એ વાત સત્ય હોય, તે ભવથી ભય પામેલ હું પ્રભાતે દીક્ષા લઈશ. તેં તારી મિત્રાઈ સત્ય કરી : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને તે
વાત સત્ય
સત્ય કરે
www.umaragyanbhandar.com