________________
સુમુખપાદિ ચાર મિત્રની ક્યા. (૫) સવજનેમાં મેહ કે? પુરૂષને જેટલા પત્ની, પુત્રાદિ થાય છે, તેટલા, એના હદયમાં શોકના ખીલા ઠેકાય છે. ધનવાન, ધનથી, સંકટ પડતાં પોતાનું રક્ષણ કરી શકતા નથી અને ધનવાનથી તે ધનનું રક્ષણ થઈ શકતું નથી, તે પણ એનામાં જે મેહ રાખવે, તે મૂર્ખતાનું લક્ષણ છે. નરભવમાં અસાર દેહ પામીને પાપ કોણ કરે ? એરંડાનો આશ્રય લઈને હાથી સાથે વિરોધ ન કરવો. મેટા પુણ્ય ધનથી તે આ કાયારૂપ નૈકા ખરીદી છે. માટે જેટલામાં એ ભાંગે નહિ, તેટલામાં સત્વર ભવસાગર તરીજા, જરાથી શરીર લેવાઈ જતાં ધર્મભાર ઉપાડ મુશ્કેલ છે, માટે તેના આવ્યા પહેલાં જ સુજ્ઞજને આત્મહિત સાધી લેવું. દાંતની બત્રીશી પડી ગઈ, બલ નષ્ટ થયું, “વેત વાળથી શિર છવાઈ ગયું, અહા ! તે પણ વિધ્યરૂપ કર્દમની દુર્દમ ઈચ્છાને લીધે જડ પુરૂષેએ આત્મહિત ન કર્યું. કષાયરૂપ થી તપ્ત થયેલ પુરૂષ વિયેથી વૃદ્ધિ પામતો નથી. જળની જેમ તે વિષયે - ગવ્યા છતાં તે તૃષ્ણાતુર રહીનેજ દુર્ગતિમાં જાય છે. આરંભજન્ય પાપોથી મૃત્યુ કે દુર્ગતિમાં પડતાં તારું રક્ષણ કરવાને પદાતિઓ, અશ્વો, હાથીઓ કે રમણી એ કઈ પણ સમર્થ નથી. હે રાજન ! આ આયુષ્ય નિરંતર ઓછું થાય છે, અને નરભવ વિગેરેને વેગ પાછો મળ મુશ્કેલ છે, માટે અનુપમ ધર્મનું આરાધન કર કે જેથી સત્વર અનુપમ સુખ પામે.”
એ પ્રમાણે હિતકારી દેવાનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે-“વિ ! પ્રબોધ પામે, પણ તેને જોતાં મારા મનમાં નેહ કેમ વધે છે. ?” ત્યારે તે બે –તારે ચંદ્રસેન મિત્ર, તપના પ્રભાવથી હું દેવ થયો છું. માટે તેને પ્રતિબોધ આપવાથી પૂર્વે ઉપકાર કરતાં જામેલ મૈત્રીને હું કૃતાર્થ કરૂં છું.” એટલે રાજા હર્ષાશ્રુ લાવીને બે -હૈ બંધ ! તારી કૃપાથી હું કૃતાર્થ થયા. આ સ્નેહ શું એજ ભવમાં થયો ? કે ભવાંતરમાં પણ હતા? તે કૃપા કરી કહે.” દેવે કહ્યું–“એ આપણે સ્નેહ ભવાભ્યાસથી થયો છે, તે વિશેષ પ્રતિબંધને માટે તને કહું
છું, તે સાંભળ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com