________________
સુમુખનૃપાદિ ચાર મિત્રોની કથા. (૭૩) કહ્યું--આત્મઘાતથી શરીરની જેમ પાપ ચાલ્યું જતું નથી, પાપશુદ્ધિને માટે તપ કર અને જીવતાં કલ્યાણ મેળવ.”તે બે --- હવે એમજ કરીશ. મારો મેહ ગયે. તું પતિ પાસે જા. તું રાજ પત્ની હોવાથી માતા તુલ્ય ગણું, પ્રજાને પૂજનીય છે. ત્યારે તેના સત્વથી સંતુષ્ટ થયેલ રાણુંએ તે બધું રાજાને કહી સંભળાવ્યું. એટલે તેણે વિસ્મય પામી અધિક સનેહ બતાવતાં ભેગોથી પ્રિયાને પ્રસન્ન કરી. સત્વથી સંતુષ્ટ થયેલા, અન્ય પ્રશંસા કરતાં, આશ્ચર્ય પામેલા, તથા હર્ષ અને નિર્વેદ (વૈરાગ્ય) સહિત તે બંને મિત્રોએ રાત્રિ વ્યતીત કરી.
પછી પ્રભાતે સંસારથી વિરક્ત થયેલ ચંદ્રસેને, રાજાની પાસે આવીને કહ્યું -“હું દીક્ષા લઇશ અથવા તે આત્મઘાત કરીશ. મિત્રરાજની પ્રિયાના દ્રોહરૂપ પાપ૫કથી ભારે થયેલ મારી બીજી રીતે શુદ્ધિ નથી, માટે ગમે તેની અનુમતિ આપે.” રાજાએ કહ્યું --આપણે ભેદ (જુદાઈ) કેમ થાય? તું પ્રાણ કરતાં પણ મને પ્રિય છે. તે હે મિત્ર ! સ્ત્રીના બનાથી મિત્રાઈને કેમ કલંક્તિ કરે છે? જે પ્રાયશ્ચિત્તથી તને સંતોષ થાય, તે ચાંદ્રાયણદિ તપ કર, પરંતુ કાનમાં સોય ભેંક્યા જેવું વચન ન બેલ. તારે વિયેગ મારાથી સહન કેમ થાય ? ” ચંદ્રસેન બે --“હે બાંધવ! તું આટલે બધા મારા પર સ્નેહ રાખે છે, તેટલામાટેજ અકૃતજ્ઞ૫ણુને પચાત્તાપ મારે બહુ વધતું જાય છે. તેથી ઘરે ચેન નથી પડતું. કામ રાક્ષસથી ડરું છું, માટે આત્મઘાત કરીશ, પણ કાલક્ષેપને હું સહન કરી શકું તેમ નથી.” ત્યારે રાજા, ઈચ્છા ન હોવા છતાં, તેની આત્મહત્યાની બીકથી બે --જે એમ નિશ્ચય હેય તે ભલે તારી ઈચ્છાનુસાર દીક્ષા લે. કારણકે દીક્ષા, આ લેક અને પરલેકમાં પણ ઇષ્ટ કલ્યાણને આપે છે, એ પ્રમાણે જીવતા એવા તને જોવાની ઉત્કંઠાથી હું પણ જીવતો રહી શકું.” આથી સંતુષ્ટ થઈને તે વનમાં ધર્મશેષ ગુરૂ પાસે ગયે, ત્યાં ધર્મ અને તેનું ફલ સાભળતાં વૈરાગ્ય પામીને તેણે વ્રત લીધું, અનુક્રમે સિદ્ધાંત ભણી, ચિરકાલ તીવ્ર તપ તપીને તે માહે દેવલોકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com