________________
(૫)
ચાર નિયમ પાળવા ઉપર
સર્વ કરતાં મને પ્રિય છે.” પછી સાંજે રાજાએ શ્રીકાંતાને કહ્યું – “જે વિચાર કર્યા વિના જ સારૂં કે બુરું મારા કહ્યા પ્રમાણે કરે, તે કંઈક તને કહું.” તે પતિવ્રતા બોલી--“હે નાથ ! તમારી આજ્ઞા બજાવવામાં શું મારામાં ક્યાંઈ કચાશ જોઈ? કે જેથી આવું બોલે છે.” ત્યારે રાજાએ કહ્યું- તે મારા ચંદ્રસેન મિત્ર પાસે તું સત્વર જા અને મારી જેમ એને પત્નીભાવથી સેવ. પતિને હુકમ બજાવતાં તને કઈ દોષ નથી.”એટલે-“પ્રિયતમને આદેશ મને પ્રમાણ છે” એમ કહીને તેણે તેમ કર્યું. તે તરત ચંદ્રસેનના આવાસમાં ગઈ, ત્યાં શય્યામાં સુતેલ તેણે, દિવ્ય રૂપ યુક્ત આવેલી તેણને આભૂષણના ઉદ્યોતથી જોઈ. અને સંભ્રાંત થઈને પૂછયું-“તું કેણ છે?” ત્યારે રાણુએ પતિને આદેશ કહી સંભળાવ્યું. તે જાણુંને ચતુર ચંદ્રસેન લજા અને વિસ્મય પામી વિચારવા લાગ્યું-“ અહો ! મુજ નિર્ગુણ ઉપર પણ રાજાને કેઈ નવીન પ્રકારને સ્નેહ છે, કે જે શાસ્ત્ર અને લોક વિરૂદ્ધ છે, તે પણ એણે કરી બતાવ્યું. ઘણુ પુરૂષાએ સ્નેહથી કે માનાદિકથી પિતાના પ્રાણ આપ્યા હશે, પણ પિતાની પ્રાણપ્રિય સતી સ્ત્રી, કેઈએ કેઈને આપી નથી. સ્ત્રીની ખાતર રામે રામાયણ કર્યું, અને બાંધવોને માર્યા અને સુગ્રીવે વાલિને ઘાત કર્યો તે સ્ત્રી મારા માટે એણે તજી દીધી. એ ઉત્તમ પ્રાપ્ત થયેલ મારી પ્રીતિનું પણ રક્ષણ કરે છે અને હું અધમ માતાસમાન રાજપનીની કામના કરું છું. તેથી અહે! પુરૂષપણું સમાન છતાં અમારામાં કેટલું અંતર છે? કામને વશ થઈ મેં બાયલાએ આ શું અકૃત્ય ચિંતવ્યું? માટે નરજાતિને કલંક આપનાર મારા આ જીવિતને ધિક્કાર છે. આ પાતકથી દુર્ગતિમાં પડતાં મને જ મળવાનાં છે. તે દુશ્ચિંતિતના પશ્ચાત્તાપરૂપ અન્ય નિથી રાગરૂપ વિષાક્ષને દગ્ધ કરી, તરવારથી શિર છેદીને આત્મશોધન કરીશ.” એમ ચિંતવી તરવાર ખેંચીને જેટલામાં તે પિતાના કંઠપર ચલાવે છે, તેવામાં સંક્રાંત થયેલ શ્રીકાંતાએ તરત તેને હાથ પકડી લીધો. એટલે તે બે કે–“રાજપનિ પરની કામનારૂપ પા૫પંકથી લેવાયેલ મારા આત્માને હું શહ કરું છું, તે આત્મઘાતથી તું મને શા માટે અટકાવે છે?” રાણી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com