________________
ચાર નિયમો પાળવા ઉપર–
લોકેને પ્રસન્ન કર્યા. હવે વધામણુ અને ભેંટણાં વિગેરે થયા પછી અવસરે ક્ષુધાતુર થયેલ રાજાએ મિત્રોને યાદ કરીને કેટવાલને હુકમ કર્યો કે- પશ્ચિમ દિશાથી આવતા, અને સારી આકૃતિવાળા ત્રણ નવા મુસાફરોને માનથી કે બલાત્કારથી લાવીને સત્વર મારી પાસે લાવે.' રાજાના આ હુકમને માથે ચડાવી, સુભટે લઈને જતાં તેણે એક ગાઉપર તેમને જોયા અને રાજાની આજ્ઞાથી
લાવ્યા, ત્યારે તે ચક્તિ થઈને ચિંતવવા લાગ્યા કે- આપણું શત્રુરાજાનું આ રાજ્ય છે. તેથી સુમુખ રાજાને ઓળખીને શત્રુઓએ પકડ હશે અને તેણે આપણી માહિતી આપી હશે, તેથી શત્રુઓ આપણને પકડવા માગે છે.” એમ ધારીને તેમાંથી બે જણ પલાયન કરવા લાગ્યા અને સેનાપતિ લડવાને સામે આવ્યા તેમને છતી બાંધીને કેટવાલે રાજાને હવાલે કર્યો. ત્યાં આકુલ વ્યાકુલ થયેલા તેમને રાજાએ પૂછયું કે-“ તમે કોણ છે?” ત્યારે–“આ રાજા સુમુખ જેવું લાગે છે” એમ જરા શંકા લાવીને તે બોલ્યા
અમે તારા સેવકે છીએ, તું અમારા શરણરૂપ છે, માટે મુક્ત કર.” રાજા બોલ્યો-“હે મિત્ર ! પોતપોતાના ભાગ્યની પરીક્ષા કરી? હું સુમુખ છું. તમારી સહાયતા વિના હું વગર પરિશ્રમે આ રાજ્ય પામ્યું. માટે ભેજનાદિકની પ્રાપ્તિ માત્રના ભાગ્યથી તમે ગર્વ ન કરશે.” એમ કહી, છોડાવીને રાજ પગે પડતા તેમને ભેટી પડયે. “હે નાથ ! તને આ સમૃદ્ધિ શી રીતે મળી?” એમ તેમણે પૂછતાં, રાજાની પ્રેરણાથી અંગરક્ષકે તેમને બધું કહી સંભળાવ્યું. એટલે તેઓ આશ્ચર્ય પામીને રાજાને વખાણવા લાગ્યા.
પછી સ્નાન, જિનપૂજા અને તેમની સાથે ભેજન કરીને પલંગ પર બેસી રાજા જેટલામાં વાર્તા વિનોદ કરે છે, તેવામાં મંત્રીજર, રાણું તથા દિવ્યરૂપ અને ભૂષણ ભૂષિત એક કન્યા આવી અને ઉચિતતા સાચવીને ત્યાં બેઠી. ત્યારે મંત્રી બે -“હે રાજન્ ! આ દિવ્ય કન્યાને તમે પરણે. રોહિણી અને ચંદ્રમાની જેમ આ તમારા ઉચિત યોગ છે. ” રાજાએ કહ્યું- મારી ઓળખાણ વિના તમે મને રાજ્ય કેમ આપ્યું. ? અથવા તે રાજાનું કુલ ન શિવાય. કારણ કે પૃથ્વીને વીર પુરૂજ ભોગવે. પરંતુ વંશાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com