________________
(૭૬)
ચાર નિયમ પાળવા ઉપર“ સિદ્દવટ ગામમાં પ્રેમાળ બે બ્રાહ્મણ બાંધવ હતા, તે ગતિ અને વસુભૂતિના નામથી પ્રસિદ્ધ થઈ તિષના અભ્યાસી થયા, હરિમિવ નામના શ્રાવક મિત્રે પ્રતિબંધ આપ્યા છતાં, મિથ્યાત્વથી વાસિત તે બંનેએ જૈન ધર્મને આદર ન કર્યો, પણ તેમાં મિશ્રભાવ લાવી તે બંને મિત્રના દાક્ષિણ્યથી જ્યાં ત્યાં ગમે ત્યારે તે ધર્મને વખાણતા હતા. મિત્ર શ્રાવકના સંવાસથી તેના અનુષ્ઠાનને જાણતા તે બંને પંચ નમસ્કારાદિ હાસ્યથી વારંવાર બોલતા હતા, પણ ક્રર આરંભના યાગાદિ (યજ્ઞાદિ ) કાર્યો તે કરતા ન હતા અને બ્રાહ્મણને લગતી સ્નાનાદિ ક્રિયાથી તેમણે જન્મ પૂરો કર્યો. એટલે મરણ પામીને તેજ ગામમાં કઈ ટુંબિકના ઘરે તે બંને બળદ થયા અને ધુંસરીમાં જોડાઈને ગાડાં તથા હળ વહન કરવા લાગ્યા.
એક દિવસે તીર્થયાત્રાને માટે તે બંનેને વેચાતા લઈ ગાડામાં જોડીને હરિમિત્ર શ્રાવકો સાથે શત્રુજ્ય તરફ ચાલે. એવામાં રસ્તે ગાડાપર ચડતાં ઉતરતાં શ્રાવકાએ વારંવાર કહેલ“ નો અરિહંતાણં ” એ પાઠ, તે બંને બળદોએ સાંભળે. એટલે –આ અક્ષરે પૂર્વે કયાં સાંભળ્યા છે, એવા તર્કવિતર્ક કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. શ્રાવકે સાથે મિત્રી કરવાનું એ ફળ. ત્યારે પિતાની પશુતાથી ખેદ પામેલા, પૂર્વ ભવની કિયાને નિંદતા તે બંને સતત નેત્રમાં અણુ લાવીને આહારાદિ પણ લેતા ન હતા. એટલે તેમને તેવી સ્થિતીમાં જઈ, રોગાદિની શંકાથી તે શ્રાવકે દયા લાવી તેમના સ્થાને બીજા વૃષભ જોડીને તેમની એગ્ય શુશ્રુષા કરી, તથાપિ તેમણે તેવી સ્થિતિ મૂકી નહિ. એવામાં ત્રીજે દિવસે તે શ્રાવક શત્રુજ્યપર આવતાં આદિનાથ ભગવંતને નમ્યો. ત્યાં ચારણ મુનિ પ્રભુને વંદન કરવા આવેલ હતા, તેમને તેણે તે બળદોના તેવા સ્વરૂપનું કારણ પૂછ્યું. એટલે મુનિએ તેમને થયેલ પૂર્વભવનું સ્મરણ વિગેરે કહી સંભળાવ્યું, ત્યારે તેણે બંનેને મુનિ પાસે લાવીને સદધર્મને બેધ અપાવ્યું. મુનિએ કહ્યું “હે વૃષભે ! તમે મિથ્યાત્વનું ફલ જોયું, માટે શ્રાવકધર્મને વિકાર કરો કે જેથી સ્વર્ગાદિકની સંપત્તિ મળે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com