________________
ધધનની ક્યા.
( ૪ )
'
કારણ જાણ્યા વિના મત્સર ધરતા તે દંપતી કહેવા લાગ્યા— માનના દંભને ધારણ કરતા આ જૈન યતિઓનું વ્રત શું છે ? કે જે ઉપકાર અને દાક્ષિણ્યરહિત થઇને લેાકેામાં ક્યાં કરે છે. ત્યારબાદ દેશાંતર જઇ, ધન કમાવીને સાતમે મહિને સુમિત્ર એ જાત્યશ્વ લઈને પોતાના ઘરે આવ્યા. તે વખતે તેના મિત્રના ઘરે વિવાહ થતા હેાવાથી દેવલા ગૃહદ્વાર બંધ કરી, કુંચી લઇને ત્યાં ગઇ હતી. એટલે પત્નીને ખેલાવવા પાડાસણને માકલીને સુમિત્ર પેાતાના ઘરના દ્વાર આગળ અશ્વનું પર્યાણુ નાખીને બેઠા, અને ત્રીજા પહેારે અને અભ્યાની દારડી પેાતાના પગે અટકાવીને જેટલામાં દેશાંતરથી લાવેલ હાથમાં રહેલ શુકને તે એલાવે છે, તેવામાં ઉગ્ર તપથી ક્ષીણ થયેલ શરીરને ધારણ કરતા તથા તપના તેજથી તેજસ્વી એવા તેજ મુનિ ગેાચરી કરતા ત્યાં આવ્યા. ત્યારે— ‘ અહા ! અત્યારે મારૂં દાન મગલરૂપ થયું ’ એમ એ!લતાં પૂના રાષથી અવજ્ઞાપૂર્વક ભાતામાંથી મેદિક કહાડીને તેણે મુનિને નિમત્રણ કર્યું. ત્યારે પેાતાના અભિગ્રહ સાતમે મહિને પૂર્ણ સમજીને મુનિએ શુદ્ધ આહાર લીધેા. એટલે દેવાએ પાંચ દ્વિવ્ય પ્રગટ કર્યો. એવામાં તેની સ્ત્રી દેવિલા પણ ત્યાં ઉત્કંઠિત થઈને આવી. તેણે મુનિદાનની વાત કહી, અને તે સાંભળતાં તેણી સંતુષ્ટ થઈને ખેલી— ‘ હે સ્વામિન્ ! તું ધન્ય છે કે માનવ, દેવ અને અસુરાને પૂજનીય એવા એ મહા મુનિને સાતમે મહિને પારણુ કરાવ્યું. રાજા અને મંત્રી આદિ લોકોએ તેમના અભિગ્રહ જાણ્યા વિના મહુવાર નિમ ગ્યા છતાં આજસુધી એમણે પારણું ન કર્યું, તેથી મને લાગે છે કે તારા ભાગ્યથી આજે એના કાઇ અભિગ્રહ પૂરા થયા, અને તેથી ઇષ્ટ સિદ્ધિ દાયક આપણું કલ્યાણુ હવે પાસે છે. ' તે વખતે રાજા વિગેરે પણ ત્યાં મળીને હર્ષ થી તેની સ્તુતિ કરવા લાગ્યા, અનેખધા ભક્તિપૂર્વક મુનિને નમ્યા. પછી મુનિ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા.
>
હવે શ્રદ્ધા થતાં મુનિદાનની અનુમેાદના કરતાં સુમિત્ર પત્નીએ ઉઘાડેલ ગૃહદ્વારમાં હર્ષિત થઈને તરત પ્રવેશ કર્યો, દાનની અનુ મેાદનાના પુણ્યથી તેમણે મનુષ્ય સ ંબંધી ભેાગ કર્યું ઉપાર્જન કર્યું,
७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com