Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 66
________________ સિદ્ધદત્ત અને કપીલની કથા. ( ૧૭ ) " પરસ્પર બહુ પ્રીતિવાળી છે. તે બધી કળાઓમાં પ્રવીણ મને દેવાંગનાઓ કરતાં અધિક રૂપવતી તથા યોવનવય પામતાં જાણે બધી સ્ત્રીઓના ગુણતત્ત્વથી ઘડાઇ હાય તેવી શાલે છે, કોઇ વાર પણ વિયેાગ ન પામેલી એવી તેમનામાં એકવાર આ પ્રમાણે વાતચીત થઇ~~ સાથે રહીનેજ સુખ ભેગવતાં આટલેા વખત તો આપણે વ્યતીત કર્યા. હવે વૈરી ચૈાવન આવ્યુ, તેથી આપણા માબાપે કાણ જાણે કયાં દૂર અલગ અલગ આપણને પરણાવી દેશે. ’ ત્યારે રાજપુત્રી એલી— જો એમ હાય તેા જેટલામાં આપણા માબાપે આપણને અલગ અલગ આપી ન દે તેટલામાં આપણે કાઇ એકજ અભીષ્ટ પતિ કરી લઇએ ’ આ વાત ખીજી સખીઆએ કબુલ કરી એટલે ફરી રાજસુતા ખેલી— આ નગરમાં સિદ્ધદત્ત નામે ક્ષત્રિયપુત્ર, જે યુવાન અને સુભગ છે તે અને આપણે એકજ પાઠશાળામાં ભણ્યા છીએ. વળી એ રાજાના સામંતના પુત્ર છે, માટે જો તમારી મરજી હાય, તેા આપણે તેને વરીએ. આપણે પરણતાં જ તેની સાથે તરત દેશાંતર નીકળી જઈશુ. અને ત્યાં બધી સાથે રહીને જીવનપર્યંત અભીષ્ટ ભોગ ભાગવીશું' આ વચન સવે એ કબુલ રાખતાં દાસી મારફતે તેને મેલાવી, ભક્તિથી લેાભા વીને પોતાના વિચાર કબુલ કરાવ્યા, અને કહ્યું કે— ‘ તારે અશ્વ સહિત રથ લઇ આવવા અને અમે ધન લઇ આવીશું. શુકલ પંચમીની રાત્રે કામદેવનાં મંદિરમાં તું આવજે ' એમ તેની પાસે કબુલ કરાવીને રાજસુતાએ તે બધાને નિવેદન કર્યું ' એટલે તે બધી પાતપાતાના ઘરે ગઈ અને તૈયારી કરવા લાગી. હવે તે ક્ષત્રિયપુત્ર વિચાર કરવા લાગ્યા કે— એમને પરશુતાં એકતા મારે સ્વામિદ્રોહ, વડીલેાના વિયાગ અને જીવિતને સંશયમાં નાખવુ પડશે. માટે કાંઇ રાજકાર્યનું ક્હાનું બતાવી, રાક્ષસી સમાન એ કન્યાએને તજીને કયાંક ગ્રામાન્તર ચાલ્યા જાઉં, જીવતા મને ઘણી સ્ત્રીએ મળી રહેશે, ’ એમ ધારીને તે દિવસે તેણે તેમજ કર્યું, અને રાત પડતાં હર્ષ પામતી રાજકુમારી દાસી સહિત, પરણવાની સામગ્રી લઈને પ્રથમ પહેારે, જ્યાં પુર - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110