________________
સિહદત્ત અને કપીલની કથા.
(૫૫)
સાંભળતાં આનંદથી તે ત્યાં ગયે, અને પવિત્ર થઈ, દેવીને પૂજી, ઉપવાસ લઈ દાસના સંથારાપર તેની સમક્ષ ધ્યાન લગાવીને બેઠે. એમ કરતાં ત્રીજી રાત્રિ થઈ, ત્યારે દેવી બેલી– “હે વિપ્ર ! લાંઘણું શા માટે કરે છે?” તે બે -“હે સ્વામિનિ ! દ્રવ્ય માગું છું.” દેવી બેલી–તે મને દ્રવ્ય કયારે આપ્યું છે?” વિપ્રે કહ્યું“હે દેવિ ! તું બધાની આશા પૂરણ કરે છે, અને મને કેમ છેતરે છે? તે મારે માટે પણ તેવી (આશાપૂરા) બની જા.” દેવી બેલી
તારા ભાગ્યમાં નથી, તે તે કરતાં અધિક તને શી રીતે આપું ? ઇંદ્ર પણ ભાગ્ય કરતાં અધિક આપવાને સમર્થ નથી.” ત્યારે વિમ બેલ્યા–“તે મારા પ્રાણ લઈ લે. હું જીવિતથી કંટાળી ગયો છું. તે પ્રાણ બીજે ક્યાંક તજવા કરતાં તારા પૂજનમાં અર્પણ કરવા સારા.” એ રીતે તેને મરવાનો નિશ્ચય જાણું પોતાના પ્રભાવની હાનિના ભયથી તે બેલી–“હે દ્વિજ ! પ્રભાતે મારા હાથમાંથી પથી લઈને બજારમાં તે પાંચસે રૂપીયામાં વેચજે. તે કરતાં વધારે તને મળવાનું નથી.” એમ કહીને દેવી અન્તર્ધાન થઈ. પછી પ્રભાતે પિથી લઈ બજારમાં ભમતાંતે વેચવા ગયે, પરંતુ એકરૂપીયે પણ આપવા કેઈ તૈયાર ન થયો. એમ કરતાં તે પુરંદર શેઠની દુકાને આવ્યું અને તેણે સિદ્ધદત્તને તેની કથા કહીને તે પોથી આપી. એટલે તેણે પિતા ઘરે છતાં મૂલ્ય આપીને-–દેવતાએ દીધેલ નિષ્કલ ન હોય” એમ ધારી તે પોથી લઈ લીધી. તેમાં પાંચ પાનાં હતાં, અને પ્રથમ પાના પર—
“ પ્રષ્યિમથું તમને મનુષ્યઃ એટલે--“જે પામવાનું હોય તેટલું જ માણસ પામી શકે ” એ પ્રમાણે લોકનું એક ચરણ કેતુકથી જોતાં તે બહુજ પ્રદ પામ્ય, અને ચિંતવવા લાગે કે--“હજાર રૂપીયા આપતાં પણ વિશ્વનું યથાર્થ સ્વરૂપ બતાવનાર આ કપાટ કયાંથી મળે?
હવે કપિલ, તે દ્રવ્ય પામી હર્ષથી પોતાના નગર ભણી જતાં અટવીમાં ભીલોએ તેનું બધું લુંટી લીધું અને શ્રમથી કેદ કર્યો. પછી ઘણે વખત સતાવીને માત્ર શરીરથી તેમણે મુક્ત કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com