________________
ચાર નિયમ પાળવા ઉપર
* * *
* *
* *
* *
* *
-
* * *
હવે એકદા અધરાત્રે સુમંગલાએ ચાર દિવ્ય માળાઓ અને ચાર કમળથી પૂજિત, ચેતરફ લીન થયેલા ભમરાઓના ધ્વનિથી મહર, જળથી ભરેલ અને પિતાના મુખમાં પેસતા એવાં સુવ
ના પૂર્ણ કુંભને સ્વમમાં . એટલે જાગ્રત થઈને તેણે પતિને નિવેદન કર્યું. રાજાએ કહ્યું આપને પોતાના રાજ્ય સુખેથી સંપૂર્ણ છતાં આવનાર લમીથી વ્યાપ્ત એ પુત્ર થશે.” આ વચન તેણુએ મસ્તક નમાવીને સ્વીકાર્યું અને તે બંનેને માટે હર્ષ થયે. પછી પ્રભાતે સ્વમ પાઠકોને બોલાવીને રાજાએ સ્વમને અર્થ પૂછો એટલે તે બોલ્યા-સ્વપ્નને તત્વાર્થ તે જ્ઞાનીએ જાણે, પણ હે રાજન ! અમે અમારી બુદ્ધિ પ્રમાણે કંઈક કહીએ છીએ–કુંભ તે પુત્ર, પાણી તે સુખ, કમળ તે રાજ્ય, દિવ્ય માળાઓ તે સ્ત્રીઓ, અને ભમરાઓ તે રાજાઓ અથજને અને હાથીઓ વિગેરે સમજવા. તારે પુત્ર ચાર રારાજ્યને ધણી ચાર સ્ત્રીઓને સ્વામી, રાજાઓને સેવનીય, સુખી, ચતુરંગ મહાસેનાયુક્ત અને દાની થશે.” એમ સાંભળતાં રાજાએ આનંદપૂર્વક તેમને સંતોષીને વિસર્જન કર્યા અને તે બધું રાણુને જણાવીને તે આનંમય બની ગયે. પછી નિધાનને વસુધાની જેમ રાણેએ આનંદ સાથે ગર્ભને ધારણ કર્યો, અને ત્યારથી જાણે તેની
સ્પર્ધા થઈ હોય તેમ રાજાની લક્ષ્મી વધવા લાગી. અવસરે રાણીને દેહલે ઉત્પન્ન થયે કે-“રાજાની સાથે હાથી ઉપર બેસીને ઓચ્છવ સહિત નગરમાં ભમતાં હું અથી જનેને ધન (દાન) આપું.” રાજાએ તેણીને તે દેહલે પૂરો કર્યો. ભાગ્યવંત પુરૂષને શું દુષ્કર છે? પછી સારા લગ્ન રાણીએ, બધાના લેચનને ઉત્સવરૂપ પુત્રને જન્મ આપે. ત્યારે વધામણી આપનાર દાસીને રાજાએ એટલું ધન આપ્યું કે જેથી બીજા ભવમાં પણ તેણે રાજદાસી થવાની ઈરછા કરી. તે વખતે રાજાએ વિશ્વને આનંદકારી પુત્રને જન્મ મહોત્સવ કર્યો. જેમાં દેવ, અસુર અને માણસમાં મનુષ્યલોક જ ઈષ્ટ થઈ પડ્યો. પછી આ સુમુખયક્ષે આપેલ છે” એમ ધારીને રાજાએ મેટા એછવથી તેનું સુમુખદત્ત એવું નામ આપયું, પરંતુ કમે કમે તે સુખ એવા નામથી જ પ્રસિદ્ધ થયે, અને વૃદ્ધિ પામતાં તેણે કલાચાર્ય પાસેથી બધી ફલાએ ગ્રહણ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com