________________
સુપુખપાદિ ચાર મિની કથા. (શી ), જો કે તે સ્વભાવે સુભગ હતું, છતાં પ્રાપ્ત થયેલ વૈવનને લીધે વસંતથી વનમાં જેમ પુષ્પ ખીલે, તેમ તેનામાં રૂપ શોભા અધિકાધિક વધવા લાગી.
હવે શ્રી વિશાલપુરના નંદી રાજાની જાણે પૃથ્વી પર ઉતરેલ દેવકન્યા હોય તેવી કોક્તિમતી નામે કન્યા હતી. તેનામાં રૂપ, કલા અને ગુણે જેમ જેમ વધતા ગયા તેમ તેમ જાણે સ્પર્ધાથીજ રાજાને તેણીના વરની ચિંતા વધતી ગઈ. એવામાં બંદિજને પા સેથી સુમુખ કુમારના લકત્તર ગુણે સાંભળીને કન્યાએ--“ આ ભવમાં મારે તેજ પતિ થાઓ” એવી પ્રતિજ્ઞા કરી લીધી. રાજાએ પણ સુમુખનું સ્વરૂપ જાણીને પોતાના મંત્રીઓ સાથે વિવાહના પ્રઢ સામગ્રી આપીને તે સ્વયંવરા કન્યાને મેકલી. ત્યારે જાણે લક્ષ્મીનું રૂપાંતર હોય તેવી તે કન્યાને આવતી સાંભળીને પિતાપુત્ર પ્રમાદ પામ્યા અને લોકો તેમના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. તે કન્યા પણ તક્ષશિલામાં આવી, રાજાના હુકમથી સામે આવેલા મંત્રીઓએ આપેલ આવાસમાં પોતાના પરિવાર સહિત ઉતરી. પછી નંદિરાજાના મંત્રીઓએ ભેંટણાં મૂકીને રાજાને વિનંતી કરી, એટલે તેણે તેમને સત્કાર કરીને જે શીએ બતાવેલ લગ્ન નક્કી કર્યું. તે લગ્ન આવતાં દેવતાઓને પણ આશ્ચર્ય પમાડે તેવ, રાજકન્યાની સાથે તેણે પિતાના પુત્રને વિવાહ-મહોત્સવ કર્યો. ત્યારબાદ વરને ગજ, અશ્વાદિ અને વધુને હિતોપદેશ આપીને તે નંદી રાજાના મંત્રીએ રાજાથી સત્કાર પામી પિતાના નગર તરફવિદાય થયા.
ત્યાર પછી કુમાર, પિતાએ આપેલ આવાસમાં સનેહ અને થોવનથી શોભતી તે રમણ સાથે એક સુખતાનથી ભેગવિલાસ કરવા લાગ્યો.
હવે તેજ નગરમાં સેનાપતિ, પ્રધાન અને નગરશેઠ–એમના પુત્રે, રાજકુમારના નાનપણથી સમાન વયના મિત્રો હતા. વિવાહિત થયેલા તે ત્રણે પ્રેમાળ મિત્રોની સાથે ક્રીડા-ઉદ્યાનમાં ખેલતાં તેણે કેટલેક કાલ વ્યતીત કર્યો.
એક વખતે ભીમ (ભયંકર ) બહારવટીયાને જીતવા જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com