________________
ચાર નિયમ પાળવા ઉપર સુમુખનુપાદિ ચાર મિત્રોની કથા. ()
કથા ૪ થી. ચારનિયમ પાળવા પર સુમુખનૃપવિગેરે ચાર મિત્રોની કથા.
જેના ભક્ત જનને જયશ્રી સર્વ રીતે આવીને ભેટે છે તે શ્રી શાંતિજિનને સર્વ વિઘોની શાંતિ નિમિતે હું નમસ્કાર કરું છું.
BY: . . . . . .
V
નુષ્યપણું સમાન છતાં સુખ-લક્ષમી જે વિષમ (ઓછી વધતી) જોવામાં આવે છે, તે સુમુખાદિના દષ્ટાંત પરથી સમજાય છે કે, તેમાં ધર્મજ મુખ્ય કારણ છે. એ ધર્મનું મૂલ શાશ્વત આનંદને બતા
વનાર અરિહંત દેવ, શુદ્ધાચારવાળા ગુરૂ, શીલ અને પરમેષ્ઠીની સ્તુતિ છે. એ દેવાદિકના આરાધનથી ભવ્ય પુરૂષ સહાય રહિત અને દેશને જાણનાર ન હોવા છતાં સુમુખરાજાની જેમ વિના પ્રયાસે અભીષ્ટ લક્ષ્મીને પામે છે.
ઉત્તર દિશામાં ભરતક્ષેત્રના ભૂષણ રૂપ તથા બધી નગરીઓ કરતાં ચડીયાતી એવી તક્ષશિલા નામે નગરી છે. ત્યાં ત્રિવિક્રમ સમાન પરાક્રમી શત્રુઓને દબાવનાર તથા જેને પ્રતાપ કમ વિના દિશાઓમાં ફરી વળે છે એ ત્રિવિકમ નામે રાજા હતા. તેને ગુણવતી અને રૂપવતી આદિજો કે ઘણું રાણુઓ હતી, છતાં તેમાં સુમંગલા મુગટ સમાન શ્રેષ્ઠ હતી. સર્વ પ્રકારે સુખના સાગરરૂપ એ રાજા ચિરકાલથી ગાજતે, છતાં અસંતાનની ચિંતારૂપ વડવાનલે તેમાં પ્રવેશ કર્યો હતો. તેણે જ્ઞાનીઓને ઉપાય પૂછયા, અનેક દેવતાઓને પૂજ્યા, તથા વિચિત્ર પ્રકારના મંત્ર જગ્યા, છતાં તે સંતાન ન પામ્યા. દક્ષ છતાં અંધ પુરૂષ જેમ પાશાથી જુગારમાં જય ન પામે, તેમ ઘણી સ્ત્રીઓ સાથે લાંબે વખત રમતાં પણ તે અપત્ય (સંતાન) ન પામે. એવામાં વન વ્યતીત થયાં છતાં તેણે એકદા સુમુખ નામના નગરયક્ષની માનતા કરી. દેવતાઓ ભાગ્ય કરતાં અધિક આપવાને કઈ રીતે સમર્થ નથી. ભાગ્યથી ફલ મળતાં–દેવોએ આપ્યું એમ માણસે સમજી લે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com