________________
(૫૨)
શ્રી બાવક ધર્મની આરાધના વિરાધના ઉપર–
સ્થા ૩ જી.
શ્રી શ્રાવકધર્મની આરાધના અને વિરાધના પર સિદ્ધદત્ત અને કપિલની કથા.
--=૦૦૦૦૦૦૦જયલક્ષ્મીના નિવાસરૂપ, કેવલજ્ઞાનથી શોભતા, તત્ત્વરત્નોને બતાવનાર તથા જગતને પૂજનીય એવા અરિહંતને નમસ્કાર થાઓ.
IS
';
લેક અને પરલેક સંબંધી ઈષ્ટ કલ્યાણને આપ નાર એ આહંત ધર્મ આત્મહિતૈષી બુધ જનેને સદા આરાધવા લાયક છે. તે આશ્રવ થકી, દેશથી કે સર્વથી વિરતિરૂપ છે. તે આશ્ર હિંસા, અસત્ય,
ચોરી, મૈથુન અને મૂછ અથવા પરિગ્રહ એ પાંચ છે. ગૃહસ્થ દેશથકી અને યતિ સર્વ થકી–એ આશ્રોનો ત્યાગ કરી શકે છે, તે દેવલેક અથવા તેજ ભવે મોક્ષે જઈ શકે છે. યતિધ
માં આસક્ત રહીને શુદ્ધ વ્યવહાર પ્રમુખ ગૃહસ્થધર્મને જે આ રાધે છે, તે સિદ્ધદત્તની જેમ અભીષ્ટ સુખને પામે છે, અને જે અધમ, કુમતિ ધર્મની અવગણના કરે છે, તે અત્યંત દુ:ખી થઈને કપિલની જેમ ભવસાગરમાં ચિરકાલ ભટ્રણ કરે છે. તે દષ્ટાંત નીચે પ્રમાણે છે –
જંબુદ્ધોપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે વિજય છે, ત્યાં વિશાલ લક્ષમીના સ્થાનરૂપ એવું વિશાલપુર નામે નગર છે. ત્યાં માતૃદત્ત અને વસુદત્ત નામે શ્રાવક, બે મિત્ર વણિક હતા. એકદા માતૃદત્ત ગુરૂ પાસે આશુત્રને લઈને વ્યવહારશુદ્ધિ સાચવતાં તે દુકાને વેપાર કરતો. અને બીજે નામધારી શ્રાવક તે મિત્રે વાર્યા છતાં ખોટા તેલ અને માપથી સદા વ્યવહાર કરતે. એક દિવસે કેટલીક વસ્તુ લઈ, વેપાર કરવાની ઈચ્છાથી તે બંને પાંડપુરમાં
ગયા અને સાથની સાથે ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વસતેજ રાજાએ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com