________________
(૫૦)
દાનાદિ પુણ્યફળ ઉપર– અને ત્યારથી જૈન મુનિઓમાં તેઓને ભક્તિભાવ વધે. બીજે દિવસે મુનિને અભિગ્રહ પ્રગટ જાણી, ઉપદેશ સાંભળીને તેમણે અન્ય મતને ભ્રમ તજી દીધો. પછી આયુ પૂર્ણ કરીને સુમિત્ર તે તું મનુષ્ય સંબંધી ભેગ પામ્યા. અને પૂર્વદાનનું પુણ્ય ભેગવી, જૈનના દ્વેષથી દુઃખી થયે. તેમજ ફરી દાન આપવાના પુણ્યથી તથા પિતાએ સમજાવેલ ચાર પ્રકારને વ્યવહાર ધર્મ પાળવાથી તું વાંછિત સુખ પામે. ભક્તિથી તેવા પાત્રને દાન આપતાં તે મેક્ષ મળે, પરંતુ કંઈક અવજ્ઞાપૂર્વક આપવાથી મનુષ્યના ભેગ મળ્યા. નરભવનું આયુ પૂર્ણ કરીને દેવિલા તે અનંગવતિ થઈ, મુનિની જુગુસાથી તે વેશ્યાકુલમાં જન્મ પામી, તારી જેમ આતરે પુરય હોવાથી તેને પણ ફળ મળ્યું. પૂર્વ ભવના સંસ્કારથી તમારે પરમ સ્નેહ રહો. પૂર્વના ધર્માનુરાગથી સદાચારમાં તમને ઘણી પ્રોતિ છે, અને બંનેને સમકિત સામગ્રીની અહીં પ્રાપ્તિ થઈ. એ પ્રમાણે અ૮૫ પુણ્યનું પણ મેટું ફલ જઈને તથા આ ધર્મ સામગ્રી પામીને હે બુધ જન ! ધર્મ સાધવામાં તત્પર જાઓ.”
એ રીતે ગુરૂની વાણી સાંભળી, પિતાને જાતિ સ્મરણ જ્ઞાન થતાં પ્રિયદર્શનાની સાથે તે દંપતિ તરત પ્રતિબોધ પામ્યા. પછી ધર્મધને ગુરૂને નમી પોતાના ઘરે આવીને પત્નીઓને કહ્યું કે
ભવથી ભય પામેલ મને હવે ભેગ સુખમાં ઈચ્છા નથી, માટે જે તમે અનુજ્ઞા આપો, તો હું દીક્ષા ગ્રહણ કરૂં. કારણ કે ક્ષીણ પુયવાળા જીવોને પરભવમાં સુખ દુર્લભ છે.” ત્યારે બંને સ્ત્રીઓ બેલી આ સંસારમાં અમે બધાં સુખે ભેગવ્યાં, માટે હવે તમારી સાથે દીક્ષા લઈશું, તે હવે સત્વર આત્મહિત સાધે.” આથી સંતુષ્ટ થતાં તેણે પિતાને વ્યવહાર પુત્રને સંપી, બંધુઓ અને મિની અનુજ્ઞા મેળવી, રાજાને વિનવી દેશમાં અમારિપટ વગડાવી, સર્વ ચૈત્યમાં ભક્તિથી અઠ્ઠા મહોત્સવ કરી, શ્રીગુરૂ તથા સંઘની પૂજા કરી, દીન જાને દાન આપી, તથા સર્વ પરિગ્રહને ત્યાગ કરીને પોતાની બંને પત્નીઓ સહિત તેણે શ્રી સર્વજ્ઞની પાસે દીક્ષા લીધી, અને ચિરકાલ તપ તપી, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરીને મમતારહિત તે ત્રણે ઇચ્છિત સુખ પૂરનાર એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com