________________
ધમધનની કથા.
(૩૭) અને ત્યાં લલાવતીના મકાન પાસે ભાડુતી ઘરમાં રહ્યો. આ વખતે ફાગણ માસમાં ખરી ગયેલ પત્રવાળા વન સમાન અને પુરૂષના ગમનાગમનથી રહિત એવું લલાવતીનું ઘર તેના જોવામાં આવ્યું. હવે અનંગવતીનું સ્વરૂપ જાણવાને તેની દાસી સાથે મિત્રાઈ કરીને એક વખત તેણે પૂછયું. એટલે તે બેલી–અહીં ધમધન કુમાર અનંગવતીને પ્રિયતમ હતું, તેણે બાર વરસમાં એને સેળ કટિ ધન આપ્યું. તે નિર્ધન થતાં લલાવતીના અપમાનથી ચાલ્યા ગયે. તેને ન જેવાથી અનંગવતી બહુ દુઃખી થાય છે. સ્નાન, ” વિલેપન તજીને આજ ત્રણ દિવસ થયા તેણે ભેજન નથી કર્યું. એટલે લેલાવતીએ વ્યાકુલ થઈને તેને બહુ રીતે સમજાવી, પણ જ્યારે તેનાથી તે ન સમજી, ત્યારે તેની સખીઓ તેને સમજાવવાને કહેવા લાગી—
હે મૂઢે ! તે નિર્ધનની ખાતર સંતાપ પામે છે, શું આપણા આચારને તું જાણતી નથી ? કારણ કે –
વયં વાળે હિંમતખિમનિ યૂનઃ પરિળતા–
वपीच्छामो वृद्धान् परिणयविधिस्तु स्थितिरियम् । त्वयारब्धं जन्म क्षपयितुममार्गेण किमिदं ?
ન નો ગોગે પુત્રિ ! વિપિ તાંછનમમૂત” | ૨
અર્થ–“હે પુત્રી ! આપણે તો બાયમાં બાળકને, તરુણવયે યુવાનોને અને પાછી વયે વૃદ્ધોને પણ ઇચ્છીએ, એજ અ પણ પરણવાની વિધિ અને સ્થિતિ. તે આ અમાર્ગે જન્મ ગુમાવવાને શું આદર્યું છે? આપણું ગેત્રમાં કોઇવાર સતી થવાનું લાંછન લાગ્યું જ નથી.'
જે કામે (વિકારે) શાસ્ત્ર તથા લેકમાં અર્થ (દ્રવ્ય) ને નાશ કરનાર ગયા છે, તેજ કામ સર્વ રીતે જેમાં સુલભ અને ઈશ્વાર્થ સાધક છે. વળી સર્વજનને પ્રિય, સ્વતંત્ર, સદા ઈદ્રિાના સુખરૂપ, નિષ્કલંક અને રાજાઓને માન્ય એવે વેશ્યાજન્મ ક્યાં ખરાબ છે? માટે મિષ્ટ આહાર અને યુવાને સાથે ભેગ ભેગવ. આવી સામગ્રી મળવી દુર્લભ છે. કદાગ્રહથી વૃથા દુ:ખી ન થા.”
એટલે ચોસઠ કળાઓમાં દક્ષ, વિવેકને લીધે શુદ્ધ દષ્ટિ, વિવિધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com