________________
(૪)
દાનાદિ પુણ્ય ફલ ઉપર અને યોવનવતી કામિની સાધી (સતી) હોય તે આશ્ચર્ય અને પુરૂષ નિધન છતાં જે આપદામાં પાપ ન કરે, તે મોટામાં મેટું આશ્ચર્ય.'
માટે હવે તે અન્ય ઉપાયથી “ હું જાતે તેણીના શીલની પરીક્ષા કરીશ.” એમ ધારીને તેણે શ્રીદેવીના ઘરની નજદીક કયાંક નિવાસ કર્યો. હવે કઈવાર કંઈ ઉપાયથી અનંગવતીને જોતાં તે તરત કામવશ થયે અને ધર્મ વિચારને ત્યાગ કરીને ચિંતવવા લાગ્યા–“અહો! એણુના પતિના પુણ્યથી આ અનંગવતીને અહીં બનાવીને એના રૂપના ફોતરાં સમાન દેવીઓ બનાવીને વિધાતાએ દેવાને છેતર્યા છે. જે એકવાર પણ એની સાથે ભેગ ભેગવું, તે મારે જન્મ સફળ છે, નહિ તે મરી જવું તે સારું છે. એમ ધારીને ગીતકળામાં કુશળ એવા તેણે કામને જગાડવામાં ઔષધ સમાન એવું સંગીત શરૂ કર્યું, આ સુંદર સંગીત તે હમેશાં સાંભળવા લાગી. વળી વચવચમાં કાંઈ પ્રસંગ કહાડીને તેના ઘરે આવતાં તે અનેક સંસ્કારપૂર્વક પિતાનું રૂપ તેને બતાવતા હતા. એમ કરતાં અનંગવતીને પોતાને વશ થયેલ માનીને તેણે દાસી મારફતે પિતાના મનને ઈરાદો જણાવ્યું. એટલે તેણીએ તે દાસીને અને તેને તિરસ્કાર કર્યો. એમ બહુવાર થયાં છતાં તેણે એક ચાલાક પરિત્રાફિકને ધનથી ભાવીને તેણીની પાસે મેકલી. તે ત્યાં જઈને અનંગવતીને કહેવા લાગી—“કુલીન સ્ત્રીઓને પણું એક પતિ ગયા પછી બીજે કરતાં દોષ લાગતું નથી, તે તું વેશ્યાપુત્રીને શે દેશ છે? વળી લોકિકશાસ્ત્રમાં કહ્યું છે કે
" पत्यौ प्रवनिते क्लीवे, प्रनष्टे पतिते मृते । પંચસ્વાપણું નારી, પતિચો વિધીય ” .
અથ–પતિ દીક્ષા લઈ જાય, નપુંસક થઈ જાય, ભાગી જાય, આચારહીન થઈ જાય અથવા મરણ પામે–એ પાચ આપદાઓમાં સ્ત્રીઓ અન્ય પતિ કરી શકે છે. •
માટે કામદેવ સમાન રૂપવાન એ પુરૂષની તું અવગણના ન કર. એ યુવાનની સાથે ભાગ્યવિના એકવાર પણ સંભેગન મળે. એટલે શિક્ષા વિના તેને દુર્વાર સમજીને અનંગવતી બેલી-“હે ભો! શીલ
ના ભંગથી સ્ત્રીઓ નરકમાં અગ્નિના દુઃખ પામે છે.” કહ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com