Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 54
________________ * * * * . . - - - - - - - - - - ધર્મધનની કથા. (૫) પુત્રને ભેટી સેંકડે આશીર્વાદ આપતાં માતાને જે સુખ થયું તે પણ તેજ જાણું શકે. પછી દાન, માનાદિકથી બાંધને સ્વજનેને, નગર જન તથા વાચકોને યથાયેગ્ય સંતોષીને તેણે વિસર્જન કર્યો, અને સ્વજનોએ આપેલ ભેટણ માતાને ભક્તિથી સમર્પણ કરીને મળવાની અતિ ઉત્કંઠાથી તે અનંગવતીના અંતર્મુહમાં ગયે. ત્યાં હિમથી સોસાઈ ગયેલ પદ્મિની, ગ્રીષ્મથી સુકાઈ ગયેલ વેલડી, અને સૂર્યથી વ્યાકુલ થયેલ ચંદ્રલેખાની જેમ કૃશ થઈ ગયેલ એવી પિતાની પ્રિયાને તેણે જોઈ, અને પોતે કરેલ વિયેગથી તેની એ દશા વિચારતાં અને તેના આચારને જોતાં તે એકી સાથે ખેદ અને આનંદ પાપે. નેહામૃતની ધારા વરસાવતા કટાક્ષેથી તાપ શમાવતી, કાદંબિની (મેઘપંક્તિ ) ને જોતાં જેમ મયૂર પ્રમેદ પામે, તેમ તેને જોઈને તે પરમ પ્રમોદ પાયે, અને ચંદ્રને જોતાં જેમ ચકેરી, અને મેઘને જોતાં જેમ મયૂરી સુખ પામે, તેમ લંચનને અમૃતના સિંચન સમાન તેને જોતાં તે આનંદથી એકદમ ઉભી થઈ. અને--અહો ! મારાં પાપ દૂર થયાં, પુણ્ય જાગ્યાં, અને માનતાઓથી પૂજેલા દેવતાએ આજે સંતુષ્ટ થયા, કે હજારે મને રથ કરતાં પ્રાણપતિના દર્શન થયાં. હે નાથ ! આ દાસીને હજી યાદ કરે છે, એજ મારાં અહેભાગ્ય !” એમ બેલતી તરત પાસે આવીને નેત્રના ઉષ્ણ જળથી હુવરાવતી અનંગવતી તેના પગે પડી. “હે પ્રભે ! એક તમારે આશરે રહેલ, પ્રેમાળ અને નિરપરાધી એવી મને તમે કેમ તજી દીધી ? સેળ કટિથી ઉત્પન્ન કરેલ સુખને તમે અચાનક કેમ છેદી નાખ્યું ? તમારા વિયેગથી ઉત્પન્ન થયેલ દુઃખ મારા હૃદયમાં સાથે વસતાં છતાં તમે કેમ જાણી ન શકયા ? તમે દર દેશમાં ગયા છતાં મારા હૃદયમાં સદા સ્થિર થઈને જ રહ્યા છે. બહારથી મારા હૃદયને આલિંગનાં પૂર્વે જે તમે અચિંત્ય સુખ ઉપજયું, હે પ્રિય! તે કરતાં સેગણું દુ:ખ પ્રવાસથી તમે મને શા માટે અમું ?” એ પ્રમાણે ગદગદાલાપથી બોલતી અનંગવતીને બંને હાથવતી ઉભી કરી, વારંવાર મુખમાં ચુંબન કરતાં તેણે આલિંગન કર્યું. અને લાંબા વખતથી સંસ્કાર ન પામેલ અંગને નેત્રજળથી બ્લેવરાવતાં અને તેણીના વિયેગાગ્નિના તપને શમાવતાં ધમધન બોલે-“હે પ્રિયા! ખેદ ન કર. તારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110