________________
ધર્મધનની કથા.
(૩૯). કલંક સમજીશ. કારણકે મરણ વિના વિયેગી નેહી જનને સ્નેહ પરખાય નહિ. જે મરણ થાય, તે તે આવતાં પણ તેના સમાગમનું સુખ ન મળે, અને તેના વિરહમાં કષ્ટ થાય છે. અહા ! બહુ વિકલ્પોથી મારું મન દેલાયમાન થાય છે. ત્યારે સખીઓ વિચારવા લાગી કે–અહે! તાવથી તે આ કુલાંગના જ છે. કેઈ દુષ્ટ દૈવગે એ વેશ્યાના કુલમાં ઉત્પન્ન થઈ છે. માટે સતીવ્રતથી પ્રતિ. કૂલ વાણીમાત્રથી પણ એ મરણ પામશે. પતિ વિના સતીના પ્રાણ શા કામના ? કારણકે
મૃાં ન રોમેન, શોધનામિમન ૨ | मानेन च त्यजन् प्राणान्, धीरो नैव विचारयेत् " ॥ १ ॥
અર્થ “બહુ ક્રોધથી, સ્નેહ કે લેભથી, અભિભવ કે માનથી પ્રાણુને ત્યાગ કરતાં પણ ધીર પુરૂષ વિચાર કરતા નથી.'
વિશ્વમાં અદભુત ગુણવાન એવા ધર્મધન ઉપર એનો રાગ બંધાઈ ગયા છે. માટે સત્સંગના આશયવાળી એને કેઈ ઉપાયથી સમજાવવી.” એમ ધારીને સખીએ બોલી-“હે વત્સ! તું ખેદ ન પામ, હે મનસ્વિનિ ! તું ધન્ય છે કે અહે ! વેશ્યાના કુળમાં પણ સદાચારને ધારણ કરે છે. તારે અનુરાગ એગ્ય સ્થાને છે, તે સર્વ ગુણએ શ્રેષ્ઠ છે. અમે તારા પતિને ગમે ત્યાંથી શોધીને લઈ આવીશું, તું અત્યારે ભેજન કર. કારણ કે જીવતે મનુષ્ય કલ્યાણ જુએ, બંને લેકના હિત સાધે અને પ્રિય સમાગમને પણ પામે. માટે ક્ષુધાથી વૃથા મર નહિ. જ્યાં સુધી તે તને મળે નહિ, ત્યાં સુધી પ્રાણેને ધારણ કરતી તે પતિવ્રતાના આચારને આચર.” ત્યારે અનંગવતી બેલી–“જે માતા વિદ્ધ નહીં કરે, તે એ પ્રમાણે કરીશ.” એટલે સખીઓ બેલી-અમે એ બાબતમાં તારે પક્ષ કરીશું.” તે બલી- ભલે, તે એમ કરીશ.”
ત્યારપછી તેઓ લલાવતી પાસે આવીને ઉપાલંભ પૂર્વક કહેવા લાગી-બાર વરસમાં જેણે તને સેળ કેટી ધન આપ્યું મૂઢે ! તે જંગમ કલ્પવૃક્ષને તે કેમ કહાડી મૂક ? અને કલ્પલતા
સમાન પોતાની પુત્રીને પણ શા માટે મરણ પથારીએ પહોંચાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com