________________
~~~•
• -
- - - -
-
-
(૩૪) દાનાદિ પુણ્ય ફળ ઉપર–
પછી એકદા તેણે યક્ષને પૂજીને વ્યાજ સહિત કોટિ દ્રવ્ય અર્પણ કર્યું. એટલે યક્ષે સંતુષ્ટ થઈને તે હાર અને બીજા સારા અલંકારે તેને લાવી આપ્યા. પછી અનુકમે બધાનું દેવું આપીને તેણે કીંમતી રત્નથી એક વેત રત્નાવલી હાર કરાવ્ય; ત્યારબાદ પિતે કરાવેલા ચિત્યમાં બહુ ધને મેટી પૂજા રચાવી, સાધર્મિકાને સત્કાર કરી પિતાના નેહી જનની રજા મેળવી, નકર ચાકરેને સારા દાનથી સંતુષ્ટ કરી, એગ્ય પરિવાર લઈ, સારી સારી વસ્તુએથી સાત વહાણ ભરી, સારા મુહૂર્તે સમુદ્રનું પૂજન કરીને તે પિતાના દેશ ભણી ચાલે અને કેટલેક દિવસે તે તામ્રલિમિ નગરીમાં આવી પહોંચ્યું. એટલે માણસને વહાણ પર મૂકી તેણે રાજાની આગળ આવીને મેટું ભંટણું ધર્યું. તેથી રાજાએ તેની જકાત મૂકીને સત્કાર કર્યો, તેને લીધે તે નગરમાં પ્રખ્યાત થયે. તેને કોઈ મેટે શ્રીમંત આવેલ સાંભળીને તે વણિકપુત્રને વિચાર થયે કે“મારા સ્વામીના પુત્રના નામથી એ કેણું માનીતું થયું છે?” એમ તે ચિંતવતું હતું, તેવામાં બંદીજનેના નાદથી ગવાતે અને અશ્વોના પદાઘાતથી પૃથ્વીને કંપાવતે તે ધર્મધન તેના ઘરે આવ્યું. એટલે “અહો ! આ તે તેજ ધમધન ઉંચી દશાને પામે છે!” એમ સમજીને વણિકસુત એકદમ તેની સામે આવ્યું. ત્યારે નામીચા અશ્વથી ઉતરીને ધમધને, પગે પડતા તેને ભેટીને તેનું બહુમાન કર્યું. પછી વણિકપુત્રે કહ્યું કે-“હે સ્વામીન ! તને આટલી બધી લક્ષ્મી કયાંથી મળી ગઈ?” તે બે -- • પિતાએ શિખવેલ ચાર પ્રકારના ધર્મથી. ” એટલે - અહ! તારું ભાગ્ય !” એમ પ્રશંસા કરતાં વણિકપુત્રે સ્નાન–ભેજનાદિકથી તેને અતિશય સત્કાર કર્યો. તે વખતે કંઈ કામ પ્રસંગે તેની સ્ત્રી ચિત્રશાલામાં ગઈ. તેણે ભિંતના ચિત્ર મયુ. ૨ના મુખમાં તે રત્નમાળા જે તે લઈને તે વૃત્તાંત કહેવા સાથે પતિને આપી એટલે તેણે વિસ્મય પામીને તે ગ્રહવ્યંતરનું કર્મ માની લીધું, અને વલ્લભાને કહ્યું કે- આ વાત કોઈને કહીશ નહિ” એમ તે મળવાથી ધમધનના ભાગ્યને વખાણુતાં તેણે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com