________________
ધર્મ ધનની કથા.
(૩૩) તરત મારી નાંખે છે. પ્રાયઃ જેની પાસેથી લઈ શકે, તેને જ તે ધન આપે છે. એ પ્રમાણે ધનને ઉપાય સાંભળતાં તે એક દિવસે યક્ષના મંદિરમાં જઈને સાંજે તેની વિધિથી પૂજા કરી. અને એકનું સેગણું કહીને તેણે ધન માગ્યું એટલે પ્રભાતે યક્ષના હાથમાંથી તેને એક કટી સોનામહોરની ગાંસડી મળી. યક્ષે આપેલ ધન જાણીને બીજા વેપારીઓ વિશ્વાસ પામીને તેને જે જોઈએ તે આપવા લાગ્યા. પછી તેણે મુક્તાફલ, મણિ, સુવર્ણ અને પરવાલા વગેરે વસ્તુઓનો માટે વેપાર ચલાવ્યું, તે વખતે પિતાના વચનને યાદ કરતાં બહુ લાભમાં પણ તેણે વ્યવહાર શુદ્ધિ ક્રી મૂકે નહી અને તેથી તેની ખ્યાતિ વધી પડી. એટલે જાણે કે અજાણુ બધા વ્યવહારીઓ નિઃશંક થઈને એક તેની સાથેજ મેટા મોટા વેપાર કરવા લાગ્યા. એ રીતે ધર્મ અને ન્યાયથી પ્રસિદ્ધિ પામતાં અને વેપાર કરતાં તે કળાએથી ચંદ્રમાની જેમ પ્રતિદિન ધનથી વધવા લાગ્યા.
એકદા ત્યાં તેણે ચિત્ય કરાવ્યું, અને તેમાં પૂજાદિ સામગ્રી સહિત જિનેશ્વરની પૂજા કરીને જ તે સાધમઓ સાથે ભેજન કરતો. સામગ્રીના અભાવે પણ ભક્તિથી ગુરૂના ગુણગાન કરતાં અને તેમણે ફરમાવેલ ધર્મ આરાધતાં તે શુદ્ધબુદ્ધિ નિશ્ચયશ્રાવક થયે-કારણ કે“સામમિા સમાવેવિ હું, વસો વિ મુદ્દે વિ ત૬ ૩ વિ
નરસ ન હાય ધર્મો, નિજીયો ના તં સ૮” + ? |
અર્થ-સામગ્રીના અભાવે, સંકાના સુખમાં કે કુસંગમાં પણ જે ધર્મને ન તજે, તે નિશ્ચય શ્રાવક જાણું.'
ધન કમાવતાં તે જેમ જેમ ધર્મને પિષતે ગયે, તેમ તેમ તે ધર્મ સ્પર્ધાથી તેને ધનસમૂહ વધારતે ગયે. એ પ્રમાણે વેપાર કરતાં દશ વર્ષમાં ત્યાં તેણે તાલીશ કેટી ધન લીલામાત્રથી પેદા કરી લીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com