________________
ચન્દ્ર અને વીરશુજાની કથા. (૯) વાવ્યું છે, તેને નાશ નથી કર્યો. હે તાતજિનભક્તિ કરતાં શું બીજું કોઈ ઉત્તમ છે? કે જ્યાં એક પુષ્પ માત્ર વાવતાં પણ કલ્પવૃક્ષ સમાન ફળદાયક થાય છે. ” એટલે જિનધર્મના ષી પિતાએ કહ્યું કે–પંડિતમાની ! ચાલ્યો જા; મારા ઘરે આવીશ નહિ. મારે તારું કંઈ કામ નથી.” ત્યારે ખેદ પામેલ ચંદ્ર-જ્યાં સુધી કટિ દ્રવ્ય ન કમાઉં, ત્યાં સુધી તારા ઘરે ન આવું' એવી પ્રતિજ્ઞા કરીને બહાર નીકળી ગયા. તે જાણીને ચંદ્રિકાની જેમ વીરથભા પણ તેની પાછલ ચાલી નીકળી. કુલીન કાંતાઓએ પતિને જ અનુસરવું જોઈએ. રસ્તામાં મળેલ સાર્થવાહની સાથે ચાલતાં કેટલાક દિવસે પત્ની સાથે ચંદ્ર એક અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં એકવાર વીરશુભાને જોતાં દુષ્ટ સાર્થવાહે તેને સ્વાધીન કરવા રાહની જેમ કર બનીને ચંદ્રને મારી નાંખવાને વિચાર કર્યો. બાહ્યાચેષ્ટાથી તેના એ અભિપ્રાયને જાણીને વીરથભાએ ચંદ્રને સમજાવ્યું, એટલે ત્યારથી તે પોતાની સ્ત્રી સહિત ભયને લીધે સાર્થ થકી દૂર દૂર સુતે.
એક વખતે વડવૃક્ષની નીચે સુતાં રાત્રે ચંદ્રને સર્ષ ડો. ત્યાં જાગ્રત થયેલ વીરશુભા તેને મૂચ્છિત જોઈને દુખથી રૂદન કરવા લાગી. પછી સ્વસ્થ થઈને તે વિચારવા લાગી કે-જે સાર્થવાહ પાસે જાઉં, તે તેને ભાવતું જ થયું. અત્યારે અહીં બીજું કેઈ સહાય કરનાર નથી, માટે તેમને અને એને એક ધર્મજ શરણ રૂપ થાઓ.” એમ ચિંતવીને તે બેલી– હે વનદેવીએ ! સાંભળા–મને અને આ મારા પતિને જે સમ્યકરવ નિશ્ચલ હોય તે એને જીવવાને કઈ ઉપાય તરત બતાવે, નહિ તે કાર્યોત્સર્ગ હું પારીશ નહિ.”એમ અતિ નિશ્ચલતા પૂર્વક બેલીને કાર્યોત્સર્ગ લઈ જેટલામાં તે ધ્યાનમાં લીન થઈ, તેવામાં તે બંનેના સમ્યકત્વથી સંતુષ્ટ થયેલ દેવીએ પ્રગટ થઈને પ્રભાતે તેને સર્વ વિષને હરે તેવું રત્ન આપ્યું અને કહ્યું કે- આ રત્નનું જળ એને છાંટવાથી સજીવન થશે અને પછી આ રત્ન તારા પતિને આપજે કે જેથી દુએ એને સતાવી શકશે નહિ.” એમ કહીને તે દેવી અંતર્ધાન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com