________________
(૨૮)
દાનાદિ પુણ્ય ફલ ઉપર– રહે છે.” ત્યારે ધર્મધન – મંગળશેઠ ક્યાં છે? તે જે ખબર હોય તે કહે” તેણે કહ્યું-“શેઠ સ્વર્ગે ગયે અને તેને પુત્ર વેશ્યાના પ્યારમાં પડી ગયો, એટલે તેની સ્ત્રી પીયરમાં ગઈ. ત્યારે પૂર્વના ધનની આશા તજી નિર્ધન બિચારી શ્રીદેવી પોતાની આજીવિકાને માટે ઘર ભાડે આપીને પોતે પરિવાર વિનાની બીજા પાડામાં જઈને રહી. તે ભાડું લેવાને કઈ કઈવાર અહીં આવે છે. જે તારે જવું હોય તે મહેરબાની દાખલ તેનું મકાન બતાવું.” વાપાત તુય તે સાંભળતાં, માબાપની બંને અવસ્થા અને પેતાને અપરાધ ચિંતવત ધર્મધન મુક્તકંઠે રોવા લાગ્યું. ત્યારે દ્વારપાલે સમજાવતાં તે રૂદન બંધ કરીને વિચારવા લાગ્ય-અહા! મારા જન્મને ધિક્કાર છે કે હું માબાપને દુઃખકારી . હું ગભમાંજ ગળી કેમ ન ગયે ? અથવા બાલ્યવયે મરણ કેમ ન પામ્યા? મારા જીવિતને ધિક્કાર છે કે દુરાચારીઓમાં હું એક દષ્ટાંતરૂપ થયે. જેની આસક્તિથી મારા પિતાદિ તથા પિતે આવા દુ:ખને પામ્યા, તે વેશ્યાએ પણ આવું કર્યું. અહા ! મારી દુષ્ટ બુદ્ધિની ચેષ્ટાને ધિકક્કાર છે. માટે હવે કઈ ઉપાયથી સત્વર મરી જાઉં, કારણકે માનધનથી ભ્રષ્ટ થયેલાઓને જીવિત કરતાં મરણ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે" वरं प्रविष्टं ज्वलिते हुताशने, दुमालये पुप्पफलादि भोजनम् । तृणेषु शय्या वरजीर्णवल्कलं, न बंधुमध्ये धनहीन जीवितम् " ॥१॥
અથ–બળતા અમિમાં પેસવું સારું, વૃક્ષ નીચે વાસ કરી પુષ્પ ફલાદિનું ભોજન કરવું સારું, ઘાસ પર સુવું અને જીણું વલ્કલ પહેરવું સારું, પણ બંધુઓમાં ધનહીન થઇને જીવવું સારું નહિ.'
અથવા જે મરણ પામું, તે માતાને જીવનપર્યત દુઃખ થાય માટે એને મળી ને પરદેશમાં જઈ ધન કમાવું. અથવા માતાને નજ મળું. કારણકે અત્યારે લજા થાય છે. વેશ્યાથી પણ પરાભવ પામેલ હું મુખ શીરીતે બતાવું? મળવા જતાં પરસ્પર દુ:ખની વાતથી પૂર્વનું દુ:ખ બમણું થશે. અને મૃત સમાન ધનહીન મારાથી માતા અને સ્ત્રીને શું સંતેષ થશે ? અથવા બાંધ અંતરમાં લજજા પામશે. સજજાને ખેર થશે, જેને મશકરી કરશે અને સ્ત્રીઓ ભાંબી લાંબી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat