________________
ધર્મધનની કથા.
(૨૭)
•-•••••••••••••••••••
એકદા ધન ન આવવાથી ખેદ પામતી લલાવતીએ સુતાને કહ્યું-“હે વત્સ ! આપણે કુલાચાર પ્રસિદ્ધ છતાં તું કેમ સમજતી નથી ? જેમ ભમરી સ્લાન કમળને, હંસી શુષ્ક સરોવરને અને ૫ક્ષિણી જેમ ફલહીન વૃક્ષને તજી દે, તેમ વેશ્યાઓ નિર્ધન પુરૂષને તજી દે છે. શું તું એની કુલપત્ની છે? વૃથા જન્મ ન ગુમાવ. આ નિર્ધન અને નીરસ પર પ્રેમ રાખતાં તું લક્ષ્મીની આવકને અટકાવે છે. ધન, રૂપ અને ગુણમાં અધિક એવા ઘણા યુવાને છે. તેમાંથી ગમે તેમાં નેહ લાવીને અમને આનંદ પમાડ.” ત્યારે અનંગવતી બેલી-હે માત! આ કાનને કડવું લાગે તેવું શું બોલે છે ? હું દ્રવ્યની ખાતર નહિ પણ ગુણને માટે એને એવું છું. જેમ તે જનું સ્થાન ચંદ્રમા, કલ્પવૃક્ષેનું સ્થાન મેરૂ પર્વત, મણિઓનું સ્થાન મહાસાગર, તેમ એ એકજ ગુણનું સ્થાન છે. બીજે ક્યાં તેવા ગુણે નહિ જ હોય. એના પ્રસાદથી આપણું ઘરે સાત પેઢી સુધી ચાલે તેટલું ધન છે. માટે અનર્થના મૂળરૂપ અકૃતજ્ઞપણને તજી દે અને દુર્લભ ગુણેમાં ચિત્ત લગાડ. તારા કુલાચારને હું માન આપવાની નથી, એને તજીને બીજાને આશ્રય નહીં કરું. પશ્ચિની સૂર્ય વિના અને કેરવિણ ચંદ્ર વિના અન્ય પતિને સેવતી નથી.” ત્યારે લલાવતીએ વિચાર કર્યો કે–અતિરાગને લીધે આ ધર્મધનને તજવાની નથી. માટે એની અવગણના કરું કે જેથી પિતે એ ઘરમાંથી ચાલ્યા જાય.” પછી તેણએ શિખવેલ પરિવાર
સ્નાન, ભેજના અને શય્યાદિકમાં તેનું પગલે પગલે અપમાન કરવા લાગી. તેથી ધમધન કંઈક બહાનુ કહાડીને તેના ઘરમાંથી નીકળી ગયો. માની જને જીવતાં માનખંડન સહન કરતા નથી. કંઈક અધિક બાર વરસ જતાં તે વિષરહિત સર્પ અને દંતરહિત હાથી જેવો થઈ ગયો. ત્યારે બીજે કયાં જઈ શકાય તેમ ન હોવાથી તે પિતાના ઘર ભણી ચાલ્યું. ત્યાં ઘરમાં પેસતાં–તું કેણ છે?” એમ બેલતાં તેને દ્વારપાલે અટકાવ્યું. એટલે-“હું મંગળશેઠને પુત્ર છું. માબાપને મળવાની ઉત્કંઠાથી પિતાને ઘરે જતાં મને તું શા માટે અટકાવે છે?' એમ તેણે કહ્યું. દ્વારપાલ બે –આ મકાનમાં તારા માબાપ રહેતા નથી, પણ દેવદત્ત સાર્થવાહ ભાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com