________________
ધમધનની કથા.
(૨૫) હૃદયમાં વાસ કરે, એટલે લજજાહીન હૃદયમાં દેવ, ગુરૂ અને ધર્મ ને સ્થાન મળતું નથી. નટ, જાર, અકુલીન, શિકારી, જુગારી અને ચારની સાથે એક રાજા જેવા સમજીને હાવભાવ બતાવનાર લોભી ગણિકાને સંગ કેણ કરે? જે પુરૂષ પોતાની કુલિન કાંતાને તજીને સુખની આશાથી વેસ્થાને સેવે છે, તે હાથમાં રહેલ શ્રેષ્ઠ પીણુને તજીને તૃપ્તિને માટે અગ્નિશિખાનું પાન કરવા જેવું કરે છે. જે વેશ્યા ઈશુદંડ સમાન પુરૂષને પોતાના હૃદય અને ભુજયુગલમાં પીડી સાર કહાડીને ઈસુયંત્રની જેમ પિતે કુચા સમાન સમજીને તેને તરત ફેંકી દે છે, માટે તેને ત્યાગ કર. સારી સગુણ કુલાંગનાઓ તને ઘણી મળી શકે તેમ છે. તે હે વત્સ ! ધર્મપત્નીમાં રક્ત થઈને ત્રણ વર્ગને સાધ.” એ પ્રમાણે વિદ્યાગુરૂની શિક્ષા તેણે માથે ચડાવી. લજજા કે ગુરૂવાણી કુલીનને
એક બંધનરૂપ ગણાય છે. ત્યારથી લજજાને લીધે શરીરથી તે પિતાને ઘરે રહ્યો, પણ તેનું મન તે અનંગવતી પાસે જ હતું. એટલે તેની બધી કિયાઓ મન વિનાની જાણીને પુત્રના પ્રેમને લીધે તેની માતાએ એકવાર પતિને કહ્યું – “હે નાથ! ઘરમાં બહુ કોટી દ્રવ્ય છે, તેથી શું ? એક પુત્રની ઈચ્છા ફરવી જોઈએ. કારણકે ધનનું તે દાન અને ભેગ એજ ફળ છે.” ત્યારે શ્રેષ્ઠીએ-“બધું સારૂં થશે” એમ કહીને વિચાર કર્યો કે –માતાના આશય પરથી એ પુરા વ્યસનથી અટકે તેમ નથી. જેમ વાયુની સહાયતાથી વનને બાળ અગ્નિ અટકાવી ન શકાય, તેમ માતાએ એને ધન આપીને વધારે વ્યસની બનાવ્યું છે.” એમ ધારીને એકદા વિશિષ્ટ બુદ્ધિવાળા શ્રેષ્ઠીએ પરિણામે હિતકારી શિક્ષા આપતાં મધુર વાણીથી પુત્રને કહ્યું –
હે મહાશય ! કુલાદિ સામગ્રી સહિત નરભવ પ્રાણીઓને દુર્લભ છે. માટે મહાભાગ્ય પ્રાપ્ત થયેલ એ ભવને કૃતાર્થ કર. હે પુત્ર ! ધર્મ, અર્થ અને કામથી એની સાર્થક્તા છે, તેમાં પણ ધર્મ એક સાર છે. કારણ અન્ય બનેનું મૂલ ધર્મ છે. માટે સંકટમાં પણ તારે ધર્મ તજ નહિ. તેમાં પણ દેવ-ગુરૂની ભક્તિ, સુપાત્રે દાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com