________________
દાનાદિ પુય ફિલ ઉપર–
સુકૃતથી મારા જન્મ સફલ થયો. આજે કુલદેવી પ્રસન્ન થઈ કે જેથી નયનામૃત સમાન તમારાં દર્શન થયા.” ત્યારે ધર્મધન બાલ્યા–“હે સુંદરી ! તારું રૂપ જોતાં આજે મારા નેત્ર સફલ થયાં, તારા વિયેગમાં આટલા દિવસો ગયા, એ અંતરમાં સાલે છે.”
એ પ્રમાણે આલાપ-અમૃતથી સ્નેહરૂપ વૃક્ષનું સિંચન કરતાં દાસીએ તૈયાર કરેલ સામગ્રીથી અનંગવતીએ તેને કુશળતાથી
સ્નાન કરાવ્યું, અને અવસર થતાં સુધા સમાન સ્વાદિષ્ટ વિવિધ રસવતીથી સનેહપૂર્વક તેને ભેજન કરાવ્યું. પછી પુષ્પશામાં બેસારી, તાંબુલ આપી અને બાવનાચંદનથી અંગે લેપ કરીને ગીતાદિકથી અનંગવતીએ તેને પ્રસન્ન કર્યો. એમ ચતુર જનેને ઉચિત એવા વિદથી તેણીએ આનંદ પમાડતાં તેણે ક્ષણવારની જેમ દિવસ વિતાવ્યું. પછી અવસરે વિમાન સમાન, કામના સર્વ ગુણ સહિત એવા વાસણમાં દિવ્ય પલંગપર અનંગવતી સાથે તે સુતે, અને નવિન ભોગવિલાસ કરતાં રતિશ્રમથી નિદ્રા પામતાં તેણે તે ત્રિ ક્ષણવારની જેમ સુખમાં વ્યતિત કરી. પછી પ્રભાતે વણના નાદ સહિત દાસી એના મધુર સંગીતથી જાગ્રત થતાં તેણે મુખ શિચાદિ પ્રાતઃકૃત્ય કર્યું. એ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતા ભેગરસથી, કમલિનીમાં અમરની જેમ અનંગવતિમાં રકત થઈને તેણે કેટલોક કાલ વીતાવ્યું. તે સ્વરૂપ જાણતાં-આ વનને ઉચિત છે” એમ ધારી પગના પ્રેમથી પિતાએ પણ તેની કેટલોક કાલ ઉપેક્ષા કરી. હવે કેટલોક કાલ જતાં તેને અત્યાસક્ત જાણું, મિત્રો મારફતે બોલાવીને પિતાએ તેના વિદ્યાગુરૂ પાસે શિખામણ અપાવી-“હે વલ્સ! આહંત ધર્મથી પવિત્ર આ નિર્મળ કુળમાં તું જમે છે, તે વેશ્યાવ્યસનરૂપ પંકથી તો તેને કલંક્તિ ન કર. કારણ કે
"गणयंति नापशब्द, न वृत्तभंगं व्ययं न चार्थस्य । रसिकतया व्याकुलिता, वेश्यापतयश्च कवयश्च " ॥ १ ॥
અથ– રસિતાથી વ્યાકુલ થયેલા વેસ્થાપતિ અને કવિઓ અપશબ્દ, વૃત્ત (સદાચાર છંદ) ભંગ કે અદ્રવ્યના વ્યયની દરકાર કરતા નથી.”
વળી મા, માંસ, અને રસનાથી મલિન એવી વેરાયા પુરૂષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com