________________
( ૧૨ )
દાનાદિ પુણ્ય લ ઉપર~
ખાદ અક્ષતપાત્રા લાવી તરૂણીએ જયાં મંગલ ગાઈ રહી છે, યાચક જ્ઞાતિજના, અને નગરજના જ્યાં સત્કાર પામી રહ્યા છે, રત્ના અને મુક્તાલેાથી જ્યાં વધામણાં થઇ રહ્યા છે, પુષ્પ, ફળ, અલકાર અને વસ્ત્રો જ્યાં પરસ્પર અપાય છે, મંગલ વાજીંત્રનાદ અને મનહર વિવિધ નાટક જ્યાં થઈ રહ્યા છે, મેાતીના સાથીઆ અને અષ્ટ મંગલની જ્યાં શાભા દેખાય છે, દાનથી સંતુષ્ટ થતા અથીજના જ્યાં આશીર્વાદ આપી રહ્યા છે, એ પ્રમાણે શ્રેષ્ઠીએ અજ્ઞ-સુજ્ઞાને આશ્ચર્ય ઉપજાવે તેમ પુત્રના જન્મ મહાત્સવ કર્યાં. પછી છઠ્ઠી જાગરણાદિક મહાત્સવ કર્યા બાદ પિતા વિગેરે વડીલે એ અવસરે ધમ ધન એવું તેનું નામ રાખ્યું. હવે તે વૃદ્ધિ પામતાં અવસરે તેણે પૂર્ણિમાએ જગતના નેત્રને માનદ પમાડનાર ચંદ્રમાની જેમ બધી કળાએ ધારણ કરી. અનુક્રમે ચૈાવનને લીધે તે અદ્ભુતરૂપ પામ્યા. જે રૂપ લેતાં માનુષી સ્રીએ પણ નિર્નિમેષ નેત્રવાળી ખની ગઈ, એટલે શ્રેષ્ઠીએ સ્ત્રીએમાં મુગટ સમાન, બધું. દત્ત શેઠની સુદના નામે કન્યા તેને પરણાવી. તેણીની સાથે પોતાની સ ઇચ્છાને અનુકૂલ ભાગ ભોગવતાં, ધર્મના રંગથી વિચિત્ર એવા કેટલાક કાલ તેણે નિમન કર્યાં.
હવે તે નગરમાં દ્રવ્ય, કામ અને કલાના સ્થાનરૂપ એવી લાલાવતી નામે પ્રખ્યાત વેશ્યા હતી. તેણે એકદા નિષ્કલંક કલાયુક્ત, જાણે ખીજની ચંદ્રલેખા હાય અને વધતી કાંતિવાળી એવી એક પુત્રીને જન્મ આપ્યા. જાણે જગતની સ્ત્રીએના રૂપના સારમાંથી બનાવ્યું હોય તેવા અદ્ભુત અંગને ધારણ કરતી તે ખાલા પણ અનંગવતી એવા નામથી વિખ્યાત થઇ. અવસરે જાણે સંકેત કર્યો હોય તેમ બધી કળાઓ ઉત્સુકપણાથી તેના અંગમાં આવીને વસી. ચાવન પ્રાપ્ત થતાં તેના અંગમાં કોઇ એવી અદ્ભુત રૂપલક્ષ્મી દાખલ થઇ કે જેને પ્રાપ્ત કરવાને લક્ષ્મી હિરને અને પા તી શકરને રોવે છે. લાવણ્યરૂપમાં જાણે તેના અંગ (અવયવ) તરતા હાય તેવા શાભતા, પરંતુ યુવાન ત્યાં મગ્ન થયેલા પેાતાના મનના નિસ્તાર કરી ન શક્યા. ઘણા પુરૂષાને જોતાં પેાતાને લાયક રૂપ ન દેખાવાથી તે ખષાની અવગણના કરીને તે પુરૂષદ્વેષણી થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com