________________
ધમાનની યા.
પ્રાપ્ત થાય છે. અમુલિન છતાં શીલથી મનુષ્ય ઈષ્ટ ફલ અને પ્રશંસા પામે છે, એ સંબંધમાં પધનની સ્ત્રીનું દાંત આ પ્રમાણે છે.
જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં ત્રિગત નામના દેશમાં વિજયસ્થલે નામે નગર છે, તેની રિવર્ગલમીથી હારીને જાણે અમરાવતી આકાશમાં ચાલી ગઈ. તે નગરમાં પુણ્યરૂચિ, સરલ, સભ્ય, સ્થિર અને પંડિતેનો મિત્ર એ મંગલ નામે મેટે શેઠ હતે. જીરાવાદિતત્વને જાણનાર, ધર્મની સર્વ ક્રિયામાં તત્પર અને રાજાથી માંડીને સાધારણ માણસ સુધી તે પરમ શ્રાવક તરીકે પ્રખ્યાત હતું. તેના ઘરમાં એકવીશ કેટિ સુવર્ણ હતું અને સમુદ્રમાં જળની જેમ બીજા ધનને તે પાર પણ ન હતું, વિરુને લસીની જેમ તેને શ્રીદેવી નામે સ્ત્રી હતી. જેના સોભાગ્યાદિ ગુણે બધાને આનંદકારી થઈ પમ. તેમના બધા મરથ સર્વ રીતે પૂર્ણ થતા, પરંતુ એક સંતાનને મરથ તેમને લાંબા વખતથી સતાવતો હતો. પુત્રની ખાતર તે દેવ-ગુરૂની પૂજા કરતા, દીને દાન આપતા તથા ઉપવાસાદિક પણ બહુ કરતા હતા.
- હવે એ શેઠને મધ્યમ વય પ્રાપ્ત થતાં એકદા રાત્રે સુતેલ તેની પ્રિયાએ સ્વપ્નમાં સર્વ લક્ષણવાળા હાથીને જે. એટલે જગ્રત થઈને આનંદથી તેણે પતિને કહ્યું, ત્યારે તે બોલ્યો-“આપણને મેટા હસ્તી સમાન લક્ષમીના સ્થાનરૂપ પુત્ર થશે.” આ વચન સત્ય માની, હર્ષ પામીને તે ધર્મમાં તત્પર થઈ, અને ત્યારથી તેને ગર્ભ રહ્યો. ધર્મથી શું સિદ્ધ થતું નથી ? ઉચિત અવસરે દીન જાને દાન આપવા વિગેરેના દેહુલા ઉત્પન્ન થયા, તે શ્રેષ્ઠીએ પૂરા કર્યા. ભાગ્યવંતને શું દુર્લભ હેય?
હવે પૂર્ણ દિવસે થતાં સારસ મુહૂરે અને સારા દિવસે પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે, તેમ તેણે એક દેદીપ્યમાન પુત્રને જન્મ આપે. નેત્રને સુધાસમાન, સેમ્ય
અને સુલક્ષણ, એવા પુત્રને જોતાં ચંદ્રબિંબને જોતાં ચકેરીની જેમ તે અનિર્વાય (જે શબ્દોમાં ન કહી શકાય) આનંદ પામી. પછી દાસીએ પુત્ર જન્મની વધામણી આપતાં, શ્રેણીએ
હર્ષથી એટલું દાન આપ્યું કે જેથી તેનું દાસત્વ ટળી ગયું. ત્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com