________________
(૨૦)
દાનાદિ પુણ્ય ફળ ઉપર
કયા રે જી.
દાનાદિ પુણ્યના ફલપર ધર્મ ધનની કથા. પરસ બલ અને આનંદરૂપ, જગતને પૂજનીય તથા તત્વના ઉપદેશક એવા શ્રી જ્ઞાન સભપ્રભુ કલ્યાણ આપો.
જે આ બ્રરતભૂમિમાં રાપેલ ધર્મરૂપ કલ્પવૃક્ષ અદાપિ ઈષ્ટકલને આપ્યા કરે છે, તે શ્રી વીરની કલ્યાણને માટે અમે સ્તુતિ કરીએ છીએ. શા માર્ગમાં માતાની જેમ જે બાલકને પદભ્યાસ ક્રમ બતાવે છે, તથા કવિઓને કલ્પલતા સમાન વરદાન આપનારી એવી શ્રી શારદાની હું સ્તુતિ કરૂં છું.
અહો જેમના સ્વામિત્વરૂ નામથી પણ વાણી વિકસિત થાય છે તે શ્રી દેવસુંદરસૂરિ ગુરૂ જયવંત વરતે.
લેક અને પરલોકની કલ્યાણલક્ષમીને ઈચ્છતા અને આ કાર્ય–અર્થના જાણ એવા પંડિત જનોએ જૈનધર્મ
આરાધવાને સદા યન કરવું જોઈએ. તે ધર્મ દાનાદિ ભેદથી ચાર પ્રકારે છે. માત્ર આપેલ દાન
ફલદાયક થાય છે, શ્રી સંઘ અને સુવિ તે પાત્ર છે, તેમાં પણ પ્રથમ પાત્ર શ્રેષ્ઠ છે. તે જિનપૂજાને લીધે વધારે ઉત્તમ છે, તે પૂજા ચેત્યાદિને લઈને હોઈ શકે. અને તે દાન અને પૂજા ધનથી સધાય તેમ છે, તે ધન જે ન્યાયપાર્જિત હોય તે શ્રેષ્ઠ ગણાય. જુગુપ્સા અને ખંડનના ત્યાગથી દાનાદિ સત્કલને આપે છે. ગુણોથી વિભૂષિત શ્રાવકધર્મ મેક્ષસુખને આપે છે.
અથવા પાત્રદાનથી પરમ કલ્યાણ થાય છે અને એના ખંડનથી તે ખંડિત થઈ જાય છે. શુદ્ધ વ્યવહારથી, સાધમીના વાત્સત્યથી,ત્ય કરાવવાથી, અને દેવ-ગુરૂની ભક્તિથી ધમધનની જેમ આ લોક અને પરલોકમાં ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
અથવા પગની પ્રેરણાથી પાત્ર દાન કરતાં પણ અદભુત સં૫હાઓ પ્રાપ્ત થાય છે. મુનિઓની જુગુપ્સા કરવાથી નીચ કુલારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com