________________
(૧૮)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર
સ્ત્રી પુત્રસહિત ઘરે આવીને ચંદ્ર પરસ્પર અત્યંત સ્નેહથી હર્ષ અને ઉત્કંઠાપૂર્વક માતાને નમ્યું. એટલે ઘણા આશીર્વાદ આપતી, પુત્રને હર્ષથી આલિંગન અને મસ્તકે ચુંબન કરતી માતાને બહુ આનંદ થયે. પછી સ્વાગત પ્રનથી વધુને સંતોષ પમાડી, ત્રિને આદરથી હૃદય સાથે ચાંપીને તે પોતાના જીવિતને ધન્ય માનવા લાગી.
હવે કુશલ પ્રીને કરતાં તેઓ બેઠાં છે, એવામાં ઘણું નગરજને વધામણી કરવા આવ્યા. તેમને સત્કાર કરીસંતોષ પમાડીને સાગર અને ચંદ્ર રાજાને નમ્યા, અને તેણે તેમને સારે સત્કાર કર્યો ત્યારબાદ ચઢે ચૈત્યમાં જિનપૂજા કરી, ગુરૂને વાંદ્યા, દીનાદિકને દાન આપ્યું અને સ્વજને સત્કાર કર્યો. એમ કેટલાક દિવસ ઓચ્છવમાં ગાળીને સાગરે પોતે તથા પુત્રે કમાવેલ ધન ઘરમાં નાંખ્યું. પછી કુટુંબ સહિત ભદ્રબાહુ ગુરૂ પાસે તેણે શ્રાવક ધર્મને ભાવથી મહોત્સવ પૂર્વક સ્વીકાર કર્યો, અને અનુક્રમે તે નવતત્વને જાણનાર, વિશેષજ્ઞ, સાત ક્ષેત્રે ધન વાપરનાર તથા છ આવશ્યક સાચવનાર ઉત્તમ શ્રાવક થયા. એમ લાંબુ આયુષ્ય પાળી શ્રાવકધર્મના પ્રભાવથી તે તથા તેની સ્ત્રી દેવકે ગયાં. એટલે સ્વજનોએ ભાગ્યનિધાન તથા શુદ્ધ ધર્મધારક એવા ચંદ્રને શેઠના પદ પર સ્થાપે, અને તે પિતાના કુળરૂપ આકાશમાં ચંદ્રમાં સમાન શેભવા લાગ્યું. તેના ભાગ્ય અને દાનાદિક ગુણેથી રંજિત થતા લેકે બધા તેની મુક્તકંઠે સદા પ્રશંસા કરવા લાગ્યા. એમ રાજાથી માંડી સાધારણ જનસુધી તેના ગુણોની પ્રસરતી પ્રસિદ્ધિથી રાજાએ તેને યોગ્ય સમજીને પિતાને મિત્ર બનાવ્યે, અને તેના પર પ્રાસાદ કર્યો. ત્રણે પુરૂષાર્થમાં લીન અને સત્કલાની ગ્યતા જાણનાર એવા તેને મહાસાગરને નદીઓની જેમ લક્ષમી પિતે આવીને ભેટી પડી. ભદ્રબાહુ ગુરૂના ચરણની સેવાથી અનુક્રમે તે પ્રિયા સહિત જિન પ્રવચનમાં કુશલતા પામે. ઉપદેશ આપવામાં ચતુર એવા તેણે રાજાને પ્રતિબંધ પમાડયે. ચંદનવૃક્ષના સંગથી પર્વત પણ સુગંધિ થાય છે. અનુક્રમે રાજાની રતિ નામે રાણી સાથે વીરશુભાની મિત્રાઈ થઈ અને તેને રાણીને જૈનધર્મને
બોધ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com