________________
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર
પુત્રને વૃથા કહાડી મૂક, તેથી આમ કરવું પડે છે,” ચંદ્ર બે –“તારો પુત્ર કે હતે ?” શેઠ બોલ્યા-તે તારા જેવા ગુણ અને આકૃતિવાળો હતા, પણ તે તું જ છે, એમ અસંભાવનાને લીધે હું કહી શકતું નથી.” એમ કહેતાં અભીષ્ટ પુત્ર યાદ આવતાં શેકથી રેતા સાગરને જોઈને ચંદ્ર દયા લાવી બે —“હે તાત! તેજ હું તમારે પુત્ર છું, મારે અવિનય માફ કરજે.” એમ કહી તરત ઉઠીને ચંદ્ર સાગરના પગે પડ્યો, એટલે તેને ઓળખીને નેત્રજળથી હવરાવતાં સાગર તેને ગાઢ આલિંગન આપીને સ્નેહથી કહેવા લાગ્યું- હે વત્સ ! મારા ભાગ્ય ઉઘડયાં કે તું આજે નજરે ચડ. કુપિતાને અપરાધ ક્ષમા કરજે. તું અસાધારણ ગુણવાન છે,” ત્યારે પોતાના તાતને પલંગ પર બેસારી, પિતે હર્ષથી તેના ચરણ ચાંપતાં આગળ બેસીને બોલ્યા- હે તાત ! આઠ કેટિ ધન કમાવવાથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, એ આહંત ધર્મનું માહાસ્ય જુઓ. હજી પણ તમે તેને સ્વીકાર કરે,” પછી પિતાએ વૃત્તાંત પૂછતાં ચંદ્ર બધે કહી બતાવ્યું, તે સાંભળતાં આશ્ચર્ય અને આનંદમાં મગ્ન થતા સાગર બે -“હે વત્સ ! તું ધન્ય છે કે નિશ્ચલતાના પ્રભાવથી આજ ભવમાં સાક્ષાત ફલ બતાવતાં તે જૈનધર્મનો મહિમા વધાર્યો. સંકટમાં તને દેવીની સહાયતા મળી, મણિ અને નિધાનને લાભ થયે. ઉપકારથી રાજા વશ થયો, અને દેવ તારો દાસ બની ગયે. જે ધર્મના પ્રભાવથી એક કોટિની પ્રતિજ્ઞા કરતાં આઠ કોટિ તેં પેદા કરી તેથી મને ખાત્રી થવાથી હવે તારા ધર્મને હું સ્વીકાર કરીશ.'
પછી ચંદ્રની આજ્ઞાથી વીરશુભા પુત્ર સહિત આવીને સસરાને નમી, એટલે તેણે પ્રશંસા પૂર્વક ખમાવીને વિદાય કરી. ચંદ્ર અને બુધની જેમ પિતા પુત્રને મળેલા જાણુને બંનેને પરિવાર ત્યાં આનંદપૂર્વક આવ્યું. એટલે કુલીન અને વિનયી ચ પિતાને કહ્યું કે —–“હે તાત ! આ બધું તારું જ છે. મને એક દાસ સમઅને ઈચ્છાનુસાર આજ્ઞા કર.” ત્યારે તાત બોલ્યા- હે વત્સ ! મારે દ્રવ્યનું શું પ્રયોજન છે? તું મળતાં આજે મારા બધા મનેરથ પૂર્ણ થયા. હવે અયોધ્યામાં આવી, તારી માતાને આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com