________________
(૮)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર–
કુળમાં કન્યા આપવી તે સારી. કારણકે ધર્મથી ત્રણ વર્ગ સુલભ છે અને તે વિના તે ચિરકાળ આપદાજ છે.” એમ ચિંતવીને જિનદત્ત બોલ્યા–“હે શ્રેષ્ઠિન ! તારા પુત્રમાં એક આહંત ધર્મ વિના બધા ગુણ છે; પરંતુ વિધમી કુળમાં મારા સંતાનને હું આપું તેમ નથી.” આ પ્રમાણે સાંભળતાં સાગર વિલક્ષ થઈને પિતાના ઘરે ચાલ્યા ગયા. તે વાત સાંભળવામાં આવતાં ચંદ્ર પણ ચિંતવવા લાગ્યું કે અહો ! આચારની નિપુણતા! જ્યાં માત્ર ધર્મનીજ માગણું છે, પણ અર્થ અને કામનું તે નામ પણ નથી.” એ પ્રમાણે તેના અનુરાગથી ગુરૂપાસે આહંત ધર્મ સાંભળતાં મેહના ક્ષયે પશમથી પ્રબોધ પામીને તેણે ધર્મને સ્વીકાર કર્યો, અને જીવાજીવાદિ તત્વજ્ઞાન પામી દઢચિત્તથી ધર્મને એક નિધાન સમાન માનતે તે અનુક્રમે બહુ આનંદ પામવા લાગે.
એ રીતે કન્યાના લાભને માટે તથા કાંઈક પુત્રના અનુરોધથી તેના પિતાએ પણ બાહ્યવૃત્તિથી આહંતધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે ચંદ્રને શ્રેષ્ઠ શ્રાવક સમજીને સંબંધથી ધર્મ સ્થિરતા વધારવાને જિનદત્ત સર્વગુણ એવા તેને પિતાની કન્યા આપી. ત્યારબાદ બંને પક્ષમાં હસવથી વિવાહ સમાપ્ત થતા અનુક્રમે ધર્મની એકતાથી દંપતીની પ્રીતિ પરસ્પર વધવા લાગી; પરંતુ મિથ્યાત્વની હઠ વાસનાને વશ હેવાથી સાગર શ્રેષ્ઠીએ ધમમતને ત્યાગ કર્યો, એટલે ધર્મમાં અલગ પડવાથી બંને હાથ છુટા થતાં જેમ જળ સરી જાય, તેમ પિતા પુત્રની પ્રીતિ ચાલી ગઈ
હવે કેટલેક વખત જતાં ત્રણે પુરૂષાર્થ સાધતાં વીરભુભા અનુક્રમે સગર્ભા થઇ. એવામાં એક વખતે ચૈત્યમાં મહાપૂજાના અવસરે વાજીંત્ર અને ગાનતાનથી મને હર મહત્સવ થતાં શ્રી સંઘની અંદર બેઠેલ ચંદ્ર જિનગુણુના ગાન સાંભળીને તે ગાનારાએને લાખ સોનામહોર આનંદ પૂર્વક દાનમાં આપી દીધી. તે સાંભળતાં ક્રોધાયમાન થયેલ સાગરે તેને ઠપકો આપે કે- અરે ! મૂહ ! ધનને આમ વાયુની જેમ કેમ વાપરી નાંખે છે! અરે પરની કમાણી પર તાગડધિન્ના કરનારા ધન કમાવવાના કષ્ટને તે તું જાણતાજ નથી.” ત્યારે ચંદ્ર બોલ્યા-મેં સારા ક્ષેત્રમાં ધન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat