________________
-
,
આગળ
એ
ક
નગર
મવૃષ્ટિ
(૧૦). શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર– એટલે તેણુએ તે પ્રમાણે કર્યું, અને ચંદ્ર તરત સજીવન થયે, ત્યારે બનેલ વૃત્તાંત બધો વીરશુભાએ તેને કહી સંભળાવ્યું. પછી તે બંને સંતુષ્ટ થયા, અને તે રત્ન લઈને પોતાની રમણી સહિત ચંદ્ર આગળ ચાલ્યો, સાર્થથી અલગ થયા છતાં અરયમાં રત્નના પ્રભાવથી તેને ભય ન થયે. અનુક્રમે તે પુપપુરમાં આવ્યું અને
ત્યાં ઉફાનમાં પોતાની પ્રિયાને મૂકીને નગરમાં પ્રવેશ કરતાં તેણે પશ્વનિ સાંભળ્યો-“કુસુમસાર રાજાના કુસુમવૃષ્ટિક પુત્રને સર્પ દર્યો છે, માટે જે તેને જીવાડે તે મનમાનતું પામી શકે.' એમ વૃત્તાંત જાણવામાં આવતાં તે રાજ પુરૂષ સાથે રાજા પાસે ગયે અને ત્યાં કુમારને મૂછવશ જે. એટલે–“રાજા વિગેરેમાં આ ડંબર માન્ય થઈ પડે છે” એમ ધારી કંઈક આડંબર બતાવીને તે મણિના જળથી ચંદ્ર કુમારને સાવધાન કર્યો. એટલે જાણે સુઈને ઉધ્યો હોય તેમ પોતાના પુત્રને સ્વસ્થ જોતાં આનંદથી રોમાંચિત થતાં રાજાએ તેને ચુંબન અને આલિંગન કર્યું. હે વત્સ! તને સર્ષ દયે હતે, આ સજજને તને જીવાડ્યો છે” એમ બોલતાં રાજાએ તેને જન્મના જે મહત્સવ કર્યો. પછી ચંદ્રને આલિંગન આપી, પિતાના અર્ધ આસન પર બેસારીને રાજાએ કહ્યું કે હે વત્સ! તું કોણ છે ? અને અમારા સુકૃતેને લીધે કયાંથી આવી ચડ? હે નરરત્ન ! તારી આકૃતિ, પ્રકૃતિ અને વાણીથી સર્વે ત્તમ કુળ ઓળખાઈ આવે છે, માટે કૃપા કરીને નિવેદન કર. ત્યારે ચંદ્ર બે –પિતાના કેપથી મારે નીકળવું પડયું, અને ત્યારે પ્રિયાને બહાર મૂકેલ છે.” એટલે રાજાએ વરઘુભાને તેડાવી અને પિતાની પુત્રી સમાન માની. “પુણ્યહીન જન શીયાળવાની જેમ અન્યનું લાવેલ ખાય છે અને ધીર પુરૂષ સિંહની જેમ પોતે મળવેલ એટલે પોતાના બળથી પ્રાપ્ત કરેલ ને ભગવે છે” એમ દ્વિપૂર્વક વિચારીને રાજાએ નગર, અશ્વાદિ આપ્યા છતાં ચંદ્ર તે લીધા નહીં. તેથી સી સહિત ચંદ્રપર અધિક સનેહ ધરતે રાજા જપા કાર્યોમાં તેને પુત્ર સમાન સમજીને પિતાની પાસે બેસારતે.
એક દિવસે ઉધાનમાં ભમતાં નિધાનના લક્ષણને જાણનાર ચંદ્રને તિલકાની નીચે ખંજન પક્ષીના નૃત્યથી નિધાન ભાસ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com