________________
ચન્દ્ર અને વીરભાની કથા.
(૧૩)
ચંદ્ર બે –“સુર્ય વિપઢિ તનમાં વૈર્યરયા દિ સંપત
એટલે–વિપદા આવતાં પ્રાણીઓએ એક ધીરજ પકડી રાખવી. કારણ કે સંપત્તિ ધીરજને વશ છે.'
પછી ત્રીજે પહેરે દેવ બોલ્ય--“ો મૃથ” ચંદ્ર બ --“મા ત્રિભુવનરાર મુરિવાથી પ્રયત્નાત”
એટલે–ત્રણે ભુવનના શરણરૂપ અને મુક્તિને આપનાર એવા એક પરમાત્માની પ્રયત્નપૂર્વક શોધ કરવી.'
ત્યાર બાદ એથે પહોરે દેવ બેલ્ય—“ સર્વત્ર " ચંદ્ર ––“કૃતિ વિધવાવિ મૈનમઃ”
એટલે—“વિધિપૂર્વક એક જૈનધર્મનું આરાધન કરતાં તે સર્વત્ર રક્ષા કરે છે.'
એ પ્રમાણે સંપૂર્ણ લેક સાંભળતાં દેવ ચમત્કાર પામીને ચિંતવવા લાગ્ય–આ જૈન છે, અને જિનદેવ તથા જિનધર્મને અદ્ભુત મહિમા પણ મારા જેવામાં આવી ગયે. કે જેના પ્રભાવથી મનુષ્ય પણ દેવને જીતી શકે. અહા ! મને ધિક્કાર છે કે પૂર્વ ભવમાં એ દેવ તથા ધર્મ પામ્યા છતા મેં આરાધ્યા નહીં અને દ્રવ્યની મૂછમાં મસ્ત બનીને નરજન્મ વૃથા ગુમા, તેથી આ અધમ દેવપણાને પાપે અને પાપને લીધે પાછો સંસારમાં ભ્રમણ કરીશ. માટે એને ગુરૂ કરીને આહંત ધર્મને આશ્રય લઉં.” એમ નિશ્ચય કરીને દેવ બે -“હે ભદ્ર! તારા સત્ત્વ અને ધર્મતત્વથી હું અત્યારે પ્રસન્ન થયે છું. માટે હે ધીમદ્ ! વર માગ.” એટલે ચંદ્ર બે –સમસ્ત ઈષ્ટ ફલને આપનાર આ ધમ વૃક્ષ પ્રાપ્ત થતાં મારે કંઈ માગવા જેવું નથી. છતાં આ કંઇ માગું છું–જિનદેવ, ચારિત્રવાન ગુરૂ, અને તેમણે કહેલ દયા પ્રધાન ધર્મને તું સ્વીકાર કર, કે જેથી વાંછિતને પામે. તું પોતે દેવ હોવાથી તારે મનુષ્યની જેમ ધનનું કંઈ પ્રયોજન નથી, તે તેની ખાતર પાપ આચરતાં સંસારના દુ:ખને શામાટે ઉપાર્જન કરે છે? દેવતા પણ મરણું પામે છે, નાના પ્રકારની નિઓમાં ભમે છે અને પરને પરિતાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com