________________
ચન્દ્ર અને વીરસુભાની સ્થા.
(૭)
રોશ. માટે આનંદમાં રહે.” આ પ્રમાણે તાતના વચનથી પ્રિયાના આગમનને માની, આનંદ પામીને સ્વસ્થ મનથી તેણે તરત - જન કર્યું.
હવે સાગરે પિતાની સ્ત્રીને જિનદત્તની પ્રિયા પાસે મેકલીને સગપણની વાત કરતાં તેના હૃદયને ભાવ જાણું લીધો. પછી એક વખતે ચતુર બ્રાહણેને પ્રથમ જિનદત્તના ઘરે મેકલી, પાછળથી સાગર પણ ઈષ્ટ સાધવાને અલ૫ પરિવાર લઈને ગયે. એટલે તે મિથ્યાષ્ટિ છતાં ઘરે આવતાં આહત ધર્મને જાણનાર જિનદત્ત પણ તને યોગ્ય સત્કાર કર્યો. કહ્યું છે કે
" गेहागयाण उचियं, वसणावडिआण तह समुद्धरणं । સુફિયા હયા તો, સહિં સગો ધમો” છે ? ..
અર્થ ‘અભ્યાગત (ઘરે આવેલા) નું ઉચત સાચવવું, સંકટમાં આવી પડેલાનો ઉદ્ધાર કરો અને દુ:ખીની દયા રાખવી. એ બધાને સામાન્ય ધર્મ છે
પછી ત્યાં બ્રાહણે બેયા-અહે! જુદા જુદા દેશમાં ભમતાં આવા સજજનેને ભેગ ક્યાંઈ અમારા જેવામાં ન આવ્યું. જે સગપણ કરતાં તમારામાં એ વેગ કઈ રીતે સ્થિરતા પામે તે ઉત્તરાનિલ (ઉત્તર પવન) અને મેઘના યુગની જેમ અવનીને આનંદકારી થઈ પડે.” એટલે બધું સારૂં થશે ” એમ જિનદસના કહેવાથી ઉચિત આલાપ કરતાં જરા આનંદ પામીને સાગર પિતાના ઘરે ગયે. ત્યારબાદ એક દિવસે સાગરે પ્રગટ રીતે પોતે કન્યાની માગણી કરી, ત્યારે જિનદત્ત શ્રાવક આગામી હિત ચિંતા વવા લાગ્યું–લોકિક શાસ્ત્ર પ્રમાણે કુળ, શીલ, શરીર, વિદ્યા, વય, ધન અને કુટુંબ–એ ગુણે તે વરમાં જેવા જ જોઈએ. શીલ એટલે ધર્મ, તે વિશેષથી જેવાને છે. તે સમાન કે અધિક ભલે હોય, પણ હીન કે વિષમ તે નજ હાય. ધર્મહીન કુલ કરતાં નરકમાં વસવું સારું, કારણ કે નરકમાં વસતાં પાપ ક્ષીણ થાય અને ધહીન કુળમાં પાપને વધારો થાય. ધર્મ ભિન્ન હોય તો બે વેવાઈ વચ્ચે પ્રીતિ ન જામે અને દંપતીમાં પણ પ્રેમની જમાવટ ન થાય. માટે સમાન ધમીને વેગ પ્રશસ્ત કહેવાય. દ્રવ્યાદિહીન છતાં ધમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com