________________
ચન્દ્ર અને વીરશુભાની કથા.
(૫) સુવણૅ સમૃદ્ધિથી સાગરની સાથે સ્પર્ધા કરતા હતા, તે રાજાને માન્ય, જ્ઞાતિમાં અગ્રેસર, દાનાગુણાથી પ્રખ્યાત અને મોટા પિર વાર સહિત હતા; પરંતુ મિથ્યાઢષ્ટિએમાં તે મુખ્ય હતા. કુળને દીપાવનાર અને વિનયથી શેાભાયમાન એવા ચંદ્ર નામે તેને પુત્ર હતા. જેના રૂપથી તિરસ્કાર પામેલ કામદેવ પેાતાના રૂપને દેખા ડતા નથી. સદા દોષના સ ંસર્ગ નિવારતાં તેણે બહેાંતર કળાઓને ધારણ કરી હતી, એક વખતે પવિત્ર તાણ્ય અને અગણ્ય લાવશ્યના સ્થાનરૂપ એવા તેણે મિત્રા સાથે ખેલતાં અને સ્વચ્છાએ નગરમાં ભમતાં, જિનદત્તના ગૃહ-ઉદ્યાન પાસે આવતાં ભવ્ય જનાના ભાગ્યનિધાન સમાન એવા ઉજ્જવલ જિનચૈત્યને આનંદપૂ વક જોયુ. જ્યાં નટીએ નૃત્ય કરી રહી છે, એવા તે મનોહર જિનાલયમાં તે ચંદ્રે ગીતનાદથી આકર્ષાઇને કૌતુકથી પ્રવેશ કર્યાં અને ક્ષણવાર ત્યાં ગીત-નાટયથી મનને રમાડીને તે ચૈત્યની રમણીયતા જોવા માટે તે ગર્ભગૃહ (ગભારા)માં ગયા. એવામાં વીરશુભા ખાલા ત્યાં જિનપૂજા કરવાને આવી હતી અને વિધિપૂર્વક જિનપૂજા અને ચૈત્યવંદન કરી ક્ષણવાર ધ્યાનથી જિનમુખમાં પેાતાની દૃષ્ટિ સ્થાપીને મત્રથી સ્તબ્ધ થયેલ દેવતાની જેમ તે માયાડ્સમાં નિશ્ચલ ઉભી રહી. એટલે તેને જોતાં—— અહા ! કારીગરાની કુશળતા ! ’ એમ વખાણતાં ચન્દ્રે દેવીપ્રતિમાની બ્રાંતિથી તેને નમન કર્યું ત્યારે મિત્રા હસ્યા, એટલે તે એહ્યા અરે ! તમે કેમ હસેા છે ? કારણ કે દેવતાઓની બધી પ્રતિમાએ શ્રીમાનાને વંદનીય છે. ' ત્યારે મિત્રા મેલ્યા— આ દેવ પ્રતિમા નથી, પણ એ તે જિનદત્તની પુત્રી છે. આકૃતિ એની સર્વગુણાત્મક પ્રકૃતિને કહી બતાવે છે. ’એમ મિત્રવચન સાંભળીને તે લજજા પામ્યા . અને વિસ્મયપૂર્વક ખરાખર તેની સાંદ્ર લક્ષ્મીને જોતાં તે ક્ષણવાર સાનુરાગ થઇ ગયા...અહા ! એનું રૂપ ! અહેા ! કાંતિ ! અહા ! અદ્ભુત લાવણ્ય ! અહા ! સૈાભાગ્યની સીમા ! અહા ! સ્ત્રીની કોઇ નવી સૃષ્ટિ ! હું ધારૂં છું કે--મધ્યવયમાં પણ તેણીની પેાતાના દેવપર જેવી ભક્તિ છે, તેવુ જ એનું પરમ ભાગ્ય હશે. તે:વિના પ્રાણીઓને આવી ભક્તિ આવે નહિ.’ એમ ચિંતવી વજ્રપરથી તેને કન્યા સમજીને તે અભિલાષી તેણી થકી પેાતાની
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com