________________
(૪)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર– સ્ત્રી, વીરશુજાની જેમ પ્રશંસા પાત્ર થાય છે. જેનધર્મમાં જે દઢતા રાખે, અરિહંતની ભક્તિ કરે, ચૈત્યમાં ગીત-નાટય કરનારાઓને જે દાન આપે તથા તુકને લીધે પણ જે હકમી જિન મંદિરમાં આવે છે તેને ચંદ્રની જેમ ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
એ પીઠ પ્રકારોમાંના પર્ષદાને યોગ્ય કઈ એકાદ પ્રકાર લઈને પાપથી મુક્ત થવા માટે ચંદ્ર અને વીરભાનું ચરિત્ર કહીએ છીએ.
ભરતક્ષેત્રના ભૂષણરૂપ તથા ત્રણે લેાકના ધર્મ, અર્થ અને કામના સારથી જાણે બનાવેલ હોય એવી અયોધ્યા નામે રમણીય નગરી છે. જેમાં સાક્ષાત્ પુણ્યનું ફલ જોઈને લોકો સુકૃત કરે એમ ધારીને જ જાણે વિધાતાએ જેને સ્વર્ગના એક નમુનારૂપ બનાવી છે. ત્યાં યથાર્થ નામવાળે જિતશત્રુ નામે રાજા હતા, જેના પ્રતાપની સ્પર્ધાથી જ જાણે રિપુઓ દૂર દિશાઓમાં ભાગી ગયા. કામ દેવની જેમ તેને રતિ ઉપજાવે તેવી રતિ નામે પ્રિયા હતી, જેણે દેવીઓને પોતાના રૂપથી જીતીને ખેદ પમાડી હતી. હવે તે નગ. રીમાં શ્રેષ્ઠ ગુણે યુક્ત, જીવ, અજીવાદિ નવતરને જાણનાર તથા સંઘમાં અગ્રેસર એવો જિનદત્ત નામે શ્રાવક શ્રેષ્ઠી હતો. તેના ઘરમાં ત્રાદ્ધિ જોઈને ચતુર જને કુબેરને રંક સમાન માનતા અને તેના ચતુરાઈ જોઈને બહસ્પતિને મૂર્ખ સમાન સમજતા હતા. પોતાની પ્રજ્ઞાથી શારદાને સતાવનાર એવી વીરશુભ નામે તેની પુત્રી હતી, જેના મનરૂપ સરોવરને ધર્મ રંગરૂપ હંસ કદી તજતે ન હતું. જેણે પિતાના રૂપથી તિરસ્કારેલી લક્ષ્મી પરાભવના તાપને લીધે હજી પણ જલ–પને સંસર્ગ મૂકતી નથી. તે સુભગાએ બાલ્યાવસ્થામાં ચોસઠ કળાઓનો અભ્યાસ કરી લીધો. તેઓમાં સદ્ધર્મની કળાથી તેણે પોતાનું અનંત ભાગ્ય વધારી દીધું. તે દક્ષ છ આવશ્યકને સંભાળી પ્રતિદિન ત્રણવાર જિનપૂજા કરતી, અને સિદ્ધાંતમાં કુશળ બનીને બાલ્યવયમાં પણ તે એક ધર્મની મૂર્તિ જેવી બની ગઈ. વળી તે વખતે રૂપ–સંદર્યમાં તે બધી સુંદરીઓ કરતાં ચડીયાતી હતી. નેત્રના નિમિષ (પલકાશ) માત્રથી જ તે દેવીઓથી અલગ પડતી હતી.
હવે એજ નગરીમાં સાગર નામે એક શ્રેણી હતું, જે પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com