________________
(૬)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર– દષ્ટિ નિવારી ન શકે. “દેવતાઓ પણ જેની ચાહના કરે એવી તેણની સાથે જે ભેગ ન ભેગવું તે મારું જીવિત, ધન, રૂપ અને વન નિષ્ફલ છે.” એમ ચિંતાતુર થતાં તેના મિત્રોએ બાથ આકારપરથી અભિપ્રાય જાણીને હસતાં હસતાં કહ્યું કે-“હે બંધ! એને તું પરણવા ચાહે છે? એ શ્રાવકની સુતા છે, માટે તું અશ્રાવકને જિનદત્ત એ કન્યા આપનાર નથી, તે દુર્લભ વસ્તુને મેહ મૂકી દે. કહ્યું છે કે
" साहीणेसु न रच्चसि दुल्लहलंभेसु वहसि अणुरायं । हरिनाहिकमलकंखिर ! रे भसल ! सुदुकरं जियसि" ॥१॥
અર્પ–સ્વાધીન વસ્તુમાં રાચતો નથી અને દુર્લભ વસ્તુમાં અનુરાગ ધરે છે. હરિનાભિના કમલને વાંછનાર હે ભ્રમર! તારે જીવવું મુશ્કેલ થઈ પડશે.'
ત્યારે ચંદ્ર –“હે મિત્ર! જે હું એ સ્ત્રીને ન પરણું, તે અગ્નિ અગર વ્રતને આશ્રય લઈશ, આ મારી નિશ્ચલ પ્રતિજ્ઞા છે.” આ પ્રમાણે તેને વિચાર જાણવામાં આવતાં મિત્રે અન્ય વાર્તાવિનેદથી, મન્મથને લીધે વ્યાકુલ થયેલ તેને મહાકટે શરીર માત્રથી ઘરે લઈ ગયા. ત્યારબાદ કાયોત્સર્ગ પારીને મન્મથ સમાન મને હર એવા તે યુવકમાં ભાવ લાવતી વીરશુલા પણ પિતાના ઘરે ગઈ. હવે વીરભાને મેળવવાની ચિંતાના તાપથી વ્યાકુલ અને કામબાણથી વીંધાયેલ એવા ચંદ્રને ક્યાંઈ શાંતિ ન મળી. પદશા તેને ચિતા સમાન લાગી, ચંદન દહન (અગ્નિ) સમાન અને ચંદ્રકાંતિ તેને ભાલા સમાન ભાસવા લાગી. કારણકે મદનાતુ. રને બધું વિપરીત જ લાગે છે. સ્નાન, અંગરાગ અને ભેગથી વિરક્ત તથા શૂન્ય બનેલા તેને, વીરભાની આશામાં ભેજનાદિ ભાવતા ન હતા. પોતાના પુત્રની આવી સ્થિતિ જોઈને સાગરે તેનું કારણ પૂછયું, પણ તે બે નહીં, એટલે મિત્રને પૂછવાથી તેને જાણ વામાં આવ્યું. પછી તેને ધીરજ આપતાં સાગર –“હે વત્સ! આ બાબતમાં તું જરાપણ ચિંતા કરીશ નહિ. હું અતિવત્સલ તાત છતાં તને કંઈપણ દુર્લભ નથી. હે પુત્ર! જિનદત્ત પાસે એ દભ સુતાની માગણી કરીને હું તારે મને રથ તરત પૂરો કShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com