________________
દેશ જ કહેવાય છે.
વર્તમાન યુગમાં તો મોટાં મોટાં શહેરો મુંબઈ, કલકત્તા, મદ્રાસ, અમદાવાદ વગેરેને કોસ્મોપોલિટિન સિટી કહેવાય છે. આવાં શહેરોમાં સર્વ પાપાચાર કરવાની સુવિધા ક્લબો' નામથી પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારની ક્લબો હોય છે. ત્યાં વધારે પ્રમાણમાં તો પાપસેવન જ થતું હોય છે. જે પાપ ન્યૂયોર્કમાં થાય છે, એ જ પાપ દિલ્હીમાં પણ થતું હોય છે. જે પાપ મોસ્કોમાં થતું હોય છે, એ મુંબઈમાં પણ થઈ શકે છે. જે પાપ લંડનમાં આચરી શકાતું હોય છે એ જ મદ્રાસમાં, બેંગલોરમાં થઈ શકે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય-જન્મ પામવો એ દુર્લભ તો છે જ, પરંતુ અનાય દેશ, અનાર્યનગર, અનાર્ય પરિવારમાં જન્મ મળતાં સામેથી અનર્થકારી બને છે.
આવા મનુષ્ય-જન્મનો કોઈ વિશેષ અર્થ નથી. મહાપાપોનું સેવન - આચરણ કરીને જીવ નરકગતિમાં ચાલ્યો જાય છે. ત્યાં હજારો-લાખો, અસંખ્ય વર્ષ દુઃખ અને ત્રાસ પામે છે. એનો મનુષ્ય-જન્મ નિષ્ફળ જાય છે. ગ્રંથકાર આગળ ચોથી કારિકામાં કહે છે?
आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा, धर्मतत्त्वे । પતિ-પગ્રહ-યાહાર સંજ્ઞાત્તિમ
હંત ! મને વસ્થિતત્ત્વ | ૪ " આદિશમાં જન્મેલા, ઉચ્ચ કુળમાં પેદા થયેલા જીવને પણ ધર્મજિજ્ઞાસા થવી અતિમુશ્કેલ છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ-સંજ્ઞાઓની પીડામાં પરેશાન થતું આ વિશ્વ વિચિત્ર સ્થિતિનો શિકાર બની જાય છે.
ભલેને તમારો જન્મ ઉચ્ચ કુળમાં થયો હોય, આદિશમાં થયો હોય, તો પણ ધર્મતત્ત્વની જિજ્ઞાસા થવી કપરું કામ છે. ધર્મતત્ત્વની જિજ્ઞાસા પ્રકટ ન હોવાનાં ૪ કારણો અહીં ગ્રંથકારે બતાવ્યાં છે
(૧) આહારસંશા (૨) ભયસંશા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા અનાદિકાળથી ચાર સંજ્ઞાઓઃ
જ્ઞાની પુરુષ, સર્વજ્ઞ વીતરાગ પ્રભુ વિશ્વને કહેતા આવ્યા છે - બોધ પ્રાપ્ત કરો, ઉલ્લુદ્ધ થઈ જાઓ, જાગૃત થાઓ... આ માનવજીવન દુર્લભ છે. પરંતુ મનુષ્યના -કાનને આ જ્ઞાની પુરુષોનાં વચનો ક્યાં સ્પર્શ કરે છે? અનાદિકાળથી જીવાત્મા ચાર સંજ્ઞાઓમાં રમમાણ છે. ચાર સંજ્ઞાઓમાં જ એ સુખ, આનંદ અને વૈભવ માને છે. | ૮૦
શાન્તસુધારસ: ભાગ ૩]