Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 335
________________ અને મૂત્રને જોઈ રહ્યો છું. શરીરમાં કશું સારું છે જ નહીં. કોના ઉપર મોહિત થવાય ?” નર્તકીએ પ્રત્યુત્તરમાં કહ્યું: “તો શું તમને શરીરનું અદ્ભુત રૂપ, અપ્રતિમ લાવણ્ય અને મદભર જવાની નથી દેખાતી? તમારું દર્શન અધૂરું છે, યોગી!” આચાર્યદેવે કહ્યું: “અરે! આનાથી વધારે સુંદર તો અરૂપી આત્માનું રૂપ છે. તે મેં જોયું છે. આનાથી ય વધારે ઉત્તમ આત્માનું ચિર યૌવન મેં પ્રાપ્ત કર્યું છે કે જે રૂપ અને યૌવન કદીય કરમાતાં નથી. કદી એમનો નાશ થતો નથી. જે લોકો પરબ્રાહ્મમાં મગ્ન બન્યા છે, તેમનો આનંદ તું નહીં સમજી શકે અને એ બહ્મની મસ્તીમાં ડૂબી જનારાઓને તું તારા આલિંગનમાં લઈ શકીશ નહીં. તારો પ્રયત્ન મિથ્યા છે.' નર્તકી આમ ચાલી જાય તેવી ન હતી. ચતુર હતી. તેણે કહ્યુંઃ યોગી! આ બધી વાતો તો રાજસભામાં યા તો ધર્મસભામાં કરવાની હોય છે. જ્યારે એક સર્વોત્તમ સુંદરી તમારી સામે પ્રણયની પ્રાર્થના કરી રહી છે અને સંપૂર્ણ એકાંત મળ્યું છે તો હવે...' - આચાર્યદિવનો સ્વર કંઈક કઠોર થયો. તે બોલ્યા: “બસ કર સુંદરી! તું તારી વૈષયિક વાસનામાં વહેતી ઉત્તેજિત થતી જાય છે. જ્યારે મેં તો મારી વિષયવાસનાઓને નષ્ટ કરી દીધી છે. તારો આનંદ તું દુનિયામાં શોધે છે, મારો આનંદ મારી અંદરની દુનિયામાં છે. હું મારા સુખમાં તૃપ્ત છું, તું અતૃપ્તિની આગમાં બળી રહી છે.”, નર્તકીએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું હું તમારો ઉપદેશ સાંભળવા નથી આવી. તમારા કદમોમાં સમર્પિત થવા આવી છું. કારણ કે તમે મારા પ્રાણવલ્લભ છો. ચોરીછૂપીથી હું અહીં આવી નથી. આમ રાજાની રજા લઈને આવી છું. તમારા એ પરમ મિત્ર રાજા પણ તમને સુખી કરવા ઇચ્છે છે. સંસારનું સારભૂત સુખ સુંદરીમાં જોવા મળે છે. તમે એ સુખનો મુક્ત મને ઉપભોગ કરો.” નર્તકીની કારમી હારઃ નર્તકીએ પુરુષનો વેશ ઉતારી નાખ્યો. પોતાનાં સુંદર વસ્ત્રો ધારણ કરી લીધાં અને ભાવાવેશમાં તમામ બારીઓ ખોલી નાખી. ચંદ્રની ચાંદની આખોય ખંડમાં છવાઈ ગઈ. એણે નૃત્ય શરૂ કર્યું. પરંતુ નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલક આચાર્યદિવના મનમાં વિકારની એક રેખા સરખી ઉત્પન ન થઈ! એ તો મોહવિજેતા હતા. એ સમજી ગયા કે “રાજા આમનું જ આ કૃત્ય છે. રાજસભામાં જ્યારે હું આંખોને સાફ કરી રહ્યો હતો ત્યારે એનો રાજાએ ખોટો અર્થ કર્યો અને તેણે જનર્તકીને મારી પાસે મોકલી, મારા બ્રહ્મચર્યની પરીક્ષા કરવા માટે.” ઉપસંહાર ૩ર૧

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356