________________
બેચેનીપૂર્વક તમારી રાહ જોઈ રહી છું. જલ્દી પાછા આવી જાઓ. અહીં મારાં સ્વપ્નોમાં ઘણી વાર એક અજ્ઞાત આત્મા આવે છે, કેટલાય સમયથી હું એને મળું છું.' પોતાના પત્રમાં રેલેકાએ છેવટે પ્રેતાત્માની બાબતમાં સંકેત કરી દીધો. જો કે વૈસ્ટન આનો સાચો અર્થ સમજ્યો નહીં.
શૈલેકાનું મૃત્યુઃ
ચિઠ્ઠી લખીને એને પોસ્ટ ઓફિસે મોકલીને તે પથારી પર પડી, તો થોડીક ક્ષણોમાં જ ફિલિપનો પ્રેતાત્મા એના ઓરડામાં ફરીથી હાજર થઈ ગયો અને ઠંડા સ્વરમાં કહેવા લાગ્યો ઃ ‘આ તેં સારું નથી કર્યું, હવે તો તારે અત્યારે - તરત જ મારી સાથે ચાલવાનું છે.’
રૈલેકાએ પાછા ફરીને જોયું તો કોઈ હતું નહીં. એ ભારે ગભરાટના લીધે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. થોડી વારમાં જ એની તબિયત બગડવા લાગી. પહેલાં તો એને માથું ફરતું હોય તેવું લાગ્યું, પછી એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તેણે ખૂબ મુશ્કેલીથી - જેમ તેમ કરીને ઓરડાનું બારણું ખોલ્યું અને નોકરાણીને બોલાવી. તે આવી, તેણે ગૈલેકાને પથારી ઉપર સૂતેલી જોઈ: શૈલેકાની તબિયત ઘણી ખરાબ હતી. લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેને બચાવી ન શકાઈ. શૈલેકાની કબર બની
ન
:
મિ. વૈસ્ટનને પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા. એ સ્તબ્ધ થઈ ગયો. ઇંગ્લેંડથી પાછા ફરતાં તેને ગૈલેકાની એક ગુપ્ત ડાયરી મળી, જેના આધારે એને તમામ વિગતો મળી. બધી વાતો જાણીને તે આશ્ચર્યચકિત બની ગયો. તેણે રેલેકાની સ્મૃતિમાં એક માનવકદની મૂર્તિ બનાવી. એની સાથે એક ચિત્ર પોતાના ન જન્મેલા બાળકનું પણ બનાવ્યું અને રૈલેકાની કબર પાસે ડગશાઈના કબ્રસ્તાનમાં સ્થાપિત કર્યું. પોતાની ભાવાંજલિ અર્પિત કરતાં તેણે રૈલેકાની - પોતાની અને અજન્મા પુત્રની સ્મૃતિમાં - જે ૧૦ સપ્ટેમ્બર, ૧૯૦૯માં સ્વર્ગવાસી બન્યો - પ્રતિમાઓ સ્થાપિત કરી.
આ પ્રતિમાઓ જોવા માટે ડગશાઈમાં આજે પણ દૂરદૂરથી પર્યટકો આવે છે અને આ અદ્ભુત મૂર્તિઓ જોઈને વિચારમાં પડી જાય છે કે અતૃપ્ત કામનાઓને લીધે કેવી રીતે મનુષ્ય પ્રેતયોનિમાં ભટકે છે. વાસનારહિત થયા સિવાય ન તો શાન્તિ મળે છે કે ન તો સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
આ ઘટના પરથી કંઈક સમજો
ગ્રંથકારે દુર્ધ્યાનને પ્રેત કહ્યું છે. પ્રેત પીડા આપે છે. મોતને ઘાટ ઉતારે છે અને
શાન્તસુધારસ : ભાગ ૩
૩૩૦