Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 352
________________ અને ચંદ્ર જેની બે આંખો છે, જેમણે નરકાસુરનો વધ કર્યો છે અને અમાપ સાગરમાં નિમગ્ન રહો છો. ॥ યોગી ! આપની બે આંખો છે - જ્ઞાન અને દર્શન. આ ચંદ્ર અને સૂર્ય સમાન જ તેજસ્વી છે અને વિશ્વપ્રકાશક છે. યોગી ! તમે નરકગતિનો ઉચ્છેદ કર્યો છે ને ? નરકાસુરનો અર્થ નરકગતિ ! ચારિત્રના અમોઘ શસ્ત્રથી તમે નકગતિનો વિચ્છેદ કર્યો છે. અને તમે આત્મસુખના સમુદ્રમાં સૂતેલા છો. આધ્યાત્મિક સુખના મહોદધિમાં યોગી મસ્ત બનીને શયન કરે છે. આ રીતે ભાવના યોગીએ અક્ષય, અભય અને સ્વાધીન સમૃદ્ધિનું દર્શન કરવાનું છે. ભાવના યોગી બ્રહ્મા છે ઃ હવે તમે તમારી અંદરની નવી સમૃદ્ધિનાં દર્શન કરો. તમારી અંદર બ્રહ્માની સમૃદ્ધિ કરતાં ય વધુ શ્રેષ્ઠ સૃષ્ટિ છે. જે બ્રહ્માની સૃષ્ટિ છે તે માત્ર બાહ્ય જગતરૂપ છે અને બાહ્ય કારણોની અપેક્ષા રાખનારી છે. જ્યારે ભાવના યોગીની અંતરંગ સમૃદ્ધિ-ગુણસૃષ્ટિ અપેક્ષારહિત છે. બ્રહ્માની સૃષ્ટિની તુલનામાં ભાવના યોગીની ગુણસૃષ્ટિ કેટલી ભવ્ય, દિવ્ય અને અલૌકિક છે ! આ સૃષ્ટિમાં સુખ, શાન્તિ, નિર્ભયતા અને વિશાળ સમૃદ્ધિના ભંડાર હોય છે. આનાથી યોગી પૂર્ણરૂપે તૃપ્ત થાય છે. ભાવના યોગીની આ અનુપમ, અલૌકિક, અનંત સુખ-આનંદ અને પૂર્ણરૂપે સ્વાયત્ત ગુણસૃષ્ટિની જરા કલ્પના તો તમે કરજો !? તીર્થંકરની સર્વોત્તમ સમૃદ્ધિ ઃ હવે યોગીપુરુષની શ્રેષ્ઠ અંતરંગ સમૃદ્ધિનું દર્શન કરવાનું છે. જે રીતે ત્રણ પ્રવાહોના સંગમસ્વરૂપ પવિત્ર ગંગા નદી છે, એ જ રીતે ત્રણ રત્નોથી યુક્ત એવું તીર્થંક૨૫૬ સિદ્ધયોગીથી દૂર નથી હોતું. તીર્થંકરત્વ એટલે કે સર્વોત્તમ - શ્રેષ્ઠપદ ! તીર્થંકરત્વની દિવ્યાતિદિવ્ય સમૃદ્ધિ હોય છે. સમવસરણની અદ્ભુત રચના, અષ્ટ મહાપ્રાતિહારીની શોભા, વાણીના પાંત્રીસ ગુણ અને ચોત્રીસ અતિશયો ! વીતરાગ દશા અને સર્વજ્ઞતા ! ચરાચર વિશ્વને જોવું અને જાણવું ! શત્રુમિત્ર પ્રત્યે સમવૃષ્ટિ ! ધર્મોપદેશ દ્વારા વિશ્વને સુખશાન્તિનો સાચો માર્ગ બતાવવો. સર્વ પ્રકારે શ્રેષ્ઠ-સર્વોત્તમ સમૃદ્ધિમાં તીર્થંક૨૫દને સર્વોત્તમ માનવામાં આવે છે. ભાવના યોગીની અંદર સમૃદ્ધિ ભરી પડી હોય છે. ભાવના અને આરાધના દ્વારા શાન્તસુધારસ : ભાગ ૩ ૩૩૮

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356